January 24, 2025

બે દાયકાથી રાજયમાં કૃષિ વિકાસે પ્રગતિની ભરી હરણફાળ- રાઘવજી પટેલ

ગાંધીનગર: ગાંધીનગર ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં “અમૃતકાળ- ભવિષ્યની ખેતી – શ્રી અન્ન” વિષય અંગે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલા ભરી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,આ સેમિનાર ભાવિ ખેતી તેમજ શ્રીઅન્ન પર આધારિત છે. જે આગામી સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવામાં ઉપયોગી નીવડશે.

કૃષિ મંત્રી રાઘવજીએ જણાવ્યું હતું કે અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલા ભરી શકાય તે હેતુથી ગાંધીનગર ખાતે અમૃતકાળ-ભવિષ્યની ખેતી-શ્રી અન્ન વિષય અંગે આયોજિત સેમિનારમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે જેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત અત્યારે દેશ અને દુનિયા માટે એક મોડેલ તરીકે ઉભરી રહ્યુ છે ત્યારે રાજયમાં કૃષિ ક્ષેત્રે ખેડુતોના હિતાર્થે કરવામાં આવેલ સકારાત્મક નિર્ણયોની ફળશ્રુતિ રૂપે છેલ્લા બે દાયકા જેટલા સમયમાં રાજયના કૃષિ વિકાસે પ્રગતિની હરણફાળ ભરી છે, જેની સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ, બિલ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે પણ સમીક્ષા કરાઇ હતી. તેમજ ઉપરાંત, કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પણ એક મહત્ત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 ખરીફના પાકોના ભાવ અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારી, કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.