January 24, 2025

PV Sindhu Wedding: PV સિંધુએ ઉદયપુરમાં કર્યાં લગ્ન, પહેલી તસવીર આવી સામે

PV Sindhu Wedding: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ મેરેજ કરી લીધા છે. વેંકટ દત્તા સાથે સાત ફેરા ફરી લીધા છે. ફોટોમાં જોઈ શકાય છે કે આમાં બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હિંદુ રીતિ-રિવાજે પ્રમાણે બંનેએ મેરેજ કરી રહ્યા છે.

સિંધુના મેરેજનો પહેલો ફોટો
સિંધુ અને વેંકટે 22 ડિસેમ્બરે મેરેજ કરી લીધા છે. જોકે આ મેરેજને ખાનગી રીતે કરવામાં આવ્યા હતા. સિંધુએ તેના મેરેજનો ફોટો હજૂ સુધી શેર કર્યો નથી. ગજેન્દ્ર સિંહ શેખાવતે તેના મેરેજનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં જોઈ શકાય છે કે સિંધુ અને વેંકટ બેઠા છે તેમને ગજેન્દ્ર સિંહ આશીર્વાદ આપી રહ્યા છે. સિંધુએ ગોલ્ડન ક્રીમ રંગની સાડી પહેરી છે. ભારે ઘરેણાં પહેર્યા છે. જોકે હજૂ સુધી સિંધુએ મેરેજનો ફોટો મૂક્યો નથી.