January 24, 2025

Paris Olympic 2024: પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, ક્રિસ્ટિન કુબાને સીધા સેટમાં હરાવી

Paris Olympics 2024: ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે સ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને હરાવી છે. પીવી સિંધુએ આ મેચ સીધા સેટમાં જીતી લીધી હતી. અગાઉ પ્રથમ રાઉન્ડમાં તેણે માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાકને એકતરફી મેચમાં હરાવી હતી.

સતત બીજી જીત હાંસલ કરી
પીવી સિંધુએ આ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેણે પહેલો સેટ 21-5થી આસાનીથી જીતી લીધો હતો. સિંધુના બેકહેન્ડ શોટ્સનો જવાબ કોઈ પ્રતિસ્પર્ધી તરફથી આપવામાં આવી રહ્યો નથી. બીજા સેટમાં પણ સિંધુની પ્રતિસ્પર્ધી વાપસી કરી શકી ન હતી અને ભારતીય સ્ટારે બીજો સેટ 21-10થી જીતીને મેચ જીતી લીધી હતી.

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત નોંધાવી છે. 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સ મેચમાં તેણે માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સીધા સેટમાં હરાવી હતી. તેણે આ મેચ 29 મિનિટમાં જીતી લીધી હતી.

પીવી સિંધુ બનાવી શકે છે આ રેકોર્ડ
પીવી સિંધુએ અત્યાર સુધીમાં બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેણે રિયો અને ટોક્યોમાં મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં જો તે પેરિસમાં મેડલ જીતશે તો ઓલિમ્પિકમાં ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની જશે. તેણીએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે.