પુતિન અમારા માટે જરૂરી નથી… રશિયાની સાથે વધતી નિકટતા પર થતી આલોચના પર ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

યુક્રેન મુદ્દે રશિયા સાથે તેમની વધતી જતી નિકટતાને લઈને થઈ રહેલી આલોચના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અમેરિકાએ વ્લાદિમીર પુતિનની ચિંતા ઓછી કરવી જોઈએ. તાજેતરમાં ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ઉગ્ર દલીલ કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીની ટીકા કરી હતી.
સોશિયલ મીડિયા પર આ વાત કહી હતી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણે પુતિનની ચિંતા કરવામાં ઓછો સમય પસાર કરવો જોઈએ અને આપણે ઈમિગ્રન્ટ રેપ ગેંગ, ડ્રગ લોર્ડ્સ, હત્યારાઓ અને આપણા દેશમાં પ્રવેશતા માનસિક સંસ્થાઓમાંથી આવતા લોકો વિશે વધુ ચિંતા કરવી જોઈએ, જેથી આપણે યુરોપ જેવા ન બની જઈએ.’
આ પણ વાંચો: SEBIના પૂર્વ વડા માધવી પુરી બુચ FIRના આદેશને રદ્દ કરાવવા હાઇકોર્ટ પહોંચ્યા, 4 માર્ચે સુનાવણી
ટ્રમ્પ ટીકાઓનો સામનો કરી રહ્યા છે
રશિયા સાથે ટ્રમ્પની વધતી જતી નિકટતાને કારણે યુરોપ અને યુએસ ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વધી છે. ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું, ‘વ્હાઈટ હાઉસ ક્રેમલિનનો ભાગ બની ગયું છે. એવું લાગે છે કે અમેરિકા સરમુખત્યારો સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.