January 10, 2025

કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે ‘પુષ્પા’!

Allu Arjun Viral Video: છેલ્લા ઘણા સમયથી ભારતમાં ડીપફેકનો મુદ્દો ગંભીર થઈ રહ્યો છે. ઘણા સ્ટાર્સ લોકો તેનો શિકાર થઈ ચૂક્યા છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને રણવીર સિંહ પણ તેનાથી બચી નથી શક્યા. જે બાદ બંને સ્ટાર્સે FIR નોંધાવી હતી. જે બાદ હવે પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જૂન પણ ડીપફેકનો શિકાર થયો છે. અલ્લૂ અર્જૂનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અલ્લુ અર્જુનની ક્લિપ વાયરલ થઈ રહી છે
લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે અને નેતાઓની રેલીઓમાં પ્રચાર કરતી સેલિબ્રિટીઓના વીડિયો સામે આવી રહ્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપફેક વીડિયોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કેટલીક સેલિબ્રિટીઓના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી સમયે જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવી રણનીતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એક્ટર અલ્લુ અર્જુનની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો છે. જોકે, આ વીડિયો AIની મદદથી બનાવવામાં આવ્યો છે.

અલ્લુ ખુલ્લી કારમાં ચૂંટણી પ્રચાર
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અલ્લુ અર્જુન ખુલ્લી કારમાં ઉભો છે. તેણે ઓફ-વ્હાઈટ સૂટ પહેર્યો છે અને તેના ગળામાં કોંગ્રેસ પ્રચારનું પ્રતીક છે. તે લોકો તરફ લહેરાવે છે અને તેની પત્ની સ્નેહા તેની બાજુમાં ઉભી છે. અલ્લુ અર્જુનની આસપાસ બીજા ઘણા લોકો જોવા મળે છે. આ ઉપરાંત તે રોડ શોમાં પણ ભીડ જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અલ્લુ અર્જુન કોંગ્રેસ માટે પ્રચાર કરવા મેદાનમાં છે.’

આ પણ વાંચો: રોહિત શર્મા બાદ આ ખેલાડીને બનાવો ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન: હરભજનસિંહ

શું છે આ વીડિયોનું સત્ય?
મહત્વનું છે કે, અલ્લુ અર્જુન કોંગ્રેસ માટે પ્રચાર નથી કરી રહ્યો, પરંતુ આ વીડિયો ન્યૂયોર્કનો છે. વર્ષ 2022માં અલ્લુ અર્જુન ઇન્ડિયા ડે પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ન્યૂયોર્ક ગયો હતો. ત્યાં અલ્લુ અર્જુનને ગ્રાન્ડ માર્શલના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુને પોતે ત્યાંથી ઘણા વીડિયો શેર કર્યા હતા. આટલું જ નહીં, આ કપલે ન્યૂયોર્કમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરી હતી. તેમણે તેનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અલ્લુ અર્જુનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો બહુ જલ્દી પુષ્પા 2 માં જોવા મળવાના છે. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર પણ થોડા સમય પહેલા રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને તે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાન્ના પણ જોવા મળશે.