May 4, 2024

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે સતત બીજા દિવસે તાપીમાં સર્ચ ઓપરેશન

bollywood actor salman khan house firing surat tapi river search operation

સુરતઃ મુંબઇમાં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાંચ સતત બીજા દિવસે સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. ગઈકાલે તાપી નદીમાંથી કાર્ટિઝ અને મેગેજિન મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ ફાયરિંગ કરી ભૂજ ભાગી ગયા હતા. ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ ભૂજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હોવાનું જાણવા મળ્યું હતું. ઇન્સ્પેકટર દયા નાયક અને અન્ય અધિકારીઓ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ લોકસભાના બીજેપી ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર

ઘટનાના 48 કલાકમાં આરોપીની ધરપકડ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ફાયરિંગની ઘટનાના 48 કલાકની અંદર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે.

આરોપીએ ઘરની રેકી કરી હતી
પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી વિકી ગુપ્તા (24) અને સાગર પાલે (21)એ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને જણાવ્યું કે તેઓ 14 એપ્રિલે મુંબઈમાં તેના ઘરની બહાર શૂટિંગના ચાર દિવસ પહેલા પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસની મુલાકાતે ગયા હતા. રેકી પણ કરી હતી. ઓફિસરે કહ્યું કે સલમાન અવારનવાર મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર તેના ફાર્મ હાઉસની મુલાકાત લે છે.