January 23, 2025

પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

IPL 2024: પંજાબ કિંગ્સની ટીમે KKR સામેની ગઈ કાલની મેચમાં માત્ર એકતરફી જીત જ નોંધાવી ન હતી. ગઈ કાલની મેચમાં પંજાબની ટીમની જીત તેણે મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ રેકોર્ડની સાથે તેણે ખાસ યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે.

બધાને ચોંકાવી દીધા
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં રમાયેલી 42મી મેચમાં ઘણા મોટા રેકોર્ડ તૂટતા જોવા મળ્યા હતા. આ મેચમાં જ્યાં બંને દાવમાં કુલ 523 રન થયા હતા, ત્યાં કુલ 42 સિક્સર પણ ફટકારવામાં આવી હતી. પંજાબ કિંગ્સની ટીમે માત્ર 18.4 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો: MI vs DC: હાર્દિક-પંત આમને-સામને આવશે, જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન

આ રેકોર્ડ બનાવ્યો
પંજાબ કિંગ્સે IPLમાં એક ઇનિંગમાં સિક્સર ફટકારવાના મામલે એક રેકોર્ડ બનાવ્યો હતો. ગઈ કાલની મેચમાં પંજાબ કિંગ્સની ટીમે KKR સામેની મેચમાં પોતાની ઈનિંગમાં 24 સિક્સ ફટકારી હતી. હૈદરાબાદની ટીમે આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેની ઇનિંગ દરમિયાન 22 સિક્સર ફટકારી હતી. જે બાદ પંજાબની ટીમે આ રેકોર્ડ તેના નામે કરી દીધો હતો. કેકે અને પંજાબ વચ્ચેની મેચમાં બાઉન્ડ્રી દ્વારા કુલ 400 રન બનાવાયા હતા, જે અત્યાર સુધીની કોઈપણ મેચમાં સૌથી વધુ છે.

સર્વોચ્ચ સ્કોર
કેકેઆર વિ પંજાબ કિંગ્સ – 400 રન (37 ચોગ્ગા, 42 છગ્ગા), આરસીબી વિ સનરાઇઝર્સ હૈદરાબાદ – 400 રન (43 ચોગ્ગા, 38 છગ્ગા), દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ – 394 રન (46 ચોગ્ગા અને 35 છગ્ગા), મુલ્તાન સુલતાન્સ વિ ક્વેટા ગ્લેડીયેટર્સ – 378 રન (45 ચોગ્ગા, 33 છગ્ગા), આઈપીએલના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો ચોથો સૌથી મોટો સ્કોર છે.