May 3, 2024

PUBG અને BGMI કંપની લાવી નવી ગેમ, થશે ધનુષ અને તીરથી યુદ્ધ

Technology News: PUBG અને BGMI કંપની નવી ગેમ લાવી છે. આ ગેમ ગરુડ સાગા છે. જેમાં દેશી શૈલીમાં ધનુષ અને તીર સાથે યુદ્ધ આ ગેમમાં થશે. તમે આ ગેમને iOS અને Androidના પ્લેટફોર્મ પર રમી શકાશે. હાલની વાત કરવામાં આવે તો પ્રી-રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે. તેમાં વિશેષ લાભો મેળવવા માટે પણ એક સુવિધા ઉપલબ્ધ છે. જેમાં તમારે પ્રી-રજીસ્ટર કરાવાનું રહેશે. જેના કારણે તમને આ ગેમ પર વિશેષ લાભ મળશે. પરંતુ આ ગેમની ખાસ વાત અને મહત્વની વાત એ છે કે આ આ લાભો ફક્ત ભારતીય વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. જાણો તમામ માહિતી આ ગેમની.

ભારતીય થીમ પર સેટ
આ મોબાઈલ ગેમ ભારતીય થીમ પર સેટ કરાઈ છે. પરંતુ ખાસ વાત એ છે કે તેમાં યુઝર્સને એડવેન્ચર ગેમિંગનો લાભ અને મોજ આવી જશે. ક્રાફ્ટન ઈન્ડિયાએ અલ્કેમિસ્ટ ગેમ્સ સાથે મળીને ગેમને તૈયાર કરી છે. આ ગેમમાં ખેલાડીઓએ ગરુડની ભૂમિકામાં રહેવાનું રહેશે. આ રમતની વાત કરવામાં આવે તો કુલ 19 ચેપ્ટર છે. બધા પ્રકરણોમાં 15 મલ્ટિ લેવલ છે. ગરુડ પાસે ધનુષ અને બાણ છે. જેની મદદથી તે તેના દુશ્મનોને હરાવવાના તેનો ઉપયોગ કરશે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે આગામી પડકારોનો સામનો કરી શકે. ક્રાફ્ટન ઈન્ડિયાએ આપેલી માહિતી અનુસાર યુઝર્સને ગરુડ સાગામાં ઉત્તમ ગ્રાફિક્સ અને ગેમિંગનો લાવો મળશે. હાર્ડકોર અને કેઝ્યુઅલ બંને ગેમર્સનો આનંદ માણી શકે છે. તમારે જો આ એપને ડાઉનલોડ કરવી છે તો ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરી શકો છો.

વિશેષ પુરસ્કારો
આ ગેમને પ્રી-રજીસ્ટર કરવા માટે, તમારે Google Play Store અથવા Apple App Store પર જવું પડશે. અહીં તમારે ગરુડ સાગા શોધવાનું છે. તમારે ક્રાફ્ટનની પ્રકાશિત ગરુડ સાગા પર ક્લિક કરવાનું રહેશે. ગેમ ઉપલબ્ધ થતાંની સાથે જ તમારા ફોન પર આપમેળે ડાઉનલોડ થઈ જશે. જો કે, આ માટે તમારે પહેલા પરવાનગી આપવી પડશે.