January 19, 2025

વધુ એકવાર કોંગ્રેસની ફજેતી, રાહુલની રેલીમાં વિરોધીનું પોસ્ટર લાગ્યું!

અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સિવની જિલ્લામાં લખનાદૌન વિધાનસભાના ધનોરા ગામમાં જનતાને સંબોધન કરી કરવાના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાના આગમન પહેલા વહીવટીતંત્ર તૈયાર છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કોંગ્રેસના સ્થાનીય નેતાઓ પણ વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામની વચ્ચે જવાબદારીમાં બેદરકારીના કારણે પાર્ટીની ફજેતી થઈ ગઈ છે.

ઘટના એવી છે કે, રાહુલ ગાંધીની રેલીના એક દિવસ પહેલા મંચ પર મુખ્ય બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં કોંગ્રેસના દિગ્ગજોની ફોટો લગાવવામાં આવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું. આ બેનરમાં કોંગ્રેસ પાર્ટીએ મોટી ભૂલ કરી નાખી છે. મંચના મુખ્ય બેનરમાં કોંગ્રેસના ઉમેદવારની સાથે BJPના કેન્દ્રીય મંત્રી અને વર્તમાનમાં મંડલા બેઠકના ઉમેદવાર ફગ્ગન સિંહ કુલસ્તેનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. જે વાત ધ્યાનમાં આવતા તુરંત જ તેમના ફોટો પર બીજો ફોટો લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

મંડલામાં ચૂંટણી સ્પર્ધા રસપ્રદ છે
મંડલા સીટ પર ભાજપે ફરી એકવાર ફગ્ગન સિંહ કુલસ્તે પર દાવ લગાવ્યો છે. જોકે, ફગ્ગન તાજેતરમાં આ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. કુલસ્તે મંડલા સીટથી 6 વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2019ની ચૂંટણીમાં તેમણે લગભગ 98 હજાર મતોથી ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસના ઉમેદવાર કમલ સિંહ મારવીને હરાવ્યા હતા. આ વખતે કોંગ્રેસે અહીંથી ઓમકાર સિંહ મરકમને મેદાનમાં ઉતાર્યા છે. મરકમ 2023ની વિધાનસભા ચૂંટણીમાં ડિંડોરી સીટથી જીત્યા છે. મરકામ કોંગ્રેસની રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મરકમને કુલસ્તે સામે હારનો સામનો કરવો પડ્યો હતો.