May 21, 2024

ઓવૈસીની સામે ઊભેલી BJP ઉમેદવાર માધવી લતાને મળી Y+ સિક્યોરિટી

અમદાવાદ: હૈદરાબાદ લોકસભા બેઠક પરથી BJPના ઉમેદવાર માધવી લતાને ગૃહ મંત્રાલય દ્વારા Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. માધવી લતા અસદુદ્દીન ઓવૈસીના વિરૂદ્ધમાં હૈદરાબાદથી ચૂંટણી લડી રહી છે. ગૃહમંત્રાલયે આઈબીની થ્રેડ રિપોર્ટના આધારે માધવી લતાની સુરક્ષાને વધારી છે. વાય પ્લસ કેટેગરીમાં આર્મ્ડ પોલીસના 11 કમાન્ડોને તૈનાત કરવામાં આવશે. જેમાંથી 5 પોલીસના સ્ટેટિક જવાન વીઆઈપીની સુરક્ષા માટે તેમની ઘર અને તેની આસપાસ રહેશે. આ સાથે 6 પીએસઓ ત્રણ શિફ્ટમાં સંબંધિત VIPને સુરક્ષા આપશે.

માધવી લતા હાલમાં જ ચર્ચાઓમાં આવી જ્યારે તેણે BJPના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીની વિરૂદ્ધમાં હૈદરાબાદથી BJPના ઉમેદવાર તરીકે જાહેર થયા. તેમને કટ્ટર હિંદુત્વનો ચહેરો માનવામાં આવે છે. જેની વડાપ્રધાન મોદી પણ વખાણ કરી રહ્યા છે. હૈદરાબાદ AIMIMનું ગઢ માનવામાં આવે છે. જ્યાં 1984થી ઓવૈસી પરિવારનો કબજો છે. અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલ્તાન સલાહુદ્દીન પહેલી વખત આ બેઠક પરથી 1984માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ 20 વર્ષ સુધી આ બેઠક પર સાંસદ રહ્યા હતા. તેના બાદ આ બેઠક પર અસદુદ્દીન ઓવૈસી જીતી રહ્યા છે.

આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું – બેરોજગારીનો દર ત્રણગણો વધ્યો

કોણ છે માધવી લતા?
માધવી લતા એક વ્યાવસાયિક ભરતનાટ્યમ નૃત્યાંગના છે. આ પહેલા અગાઉ રાજકારણમાં સક્રિય નહોતી. જો કે, ઘણા પરિબળોને કારણે ઓવૈસી સાથે સ્પર્ધા કરવા માટે ભાજપે તેમને તેમના ગઢમાં ઉમેદવાર બનાવ્યા છે. હૈદરાબાદમાં BJP એ ક્યારેય કોઈ મહિલાને મેદાનમાં ઉતારી નથી. માધવી લતા જૂના શહેરના કેટલાક વિસ્તારોમાં પરોપકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું કહેવાય છે.

પાર્ટી પોતાના કાર્યો દ્વારા મુસ્લિમ મતોનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. હિંદુત્વ તરફી ભાષણો માટે પ્રખ્યાત માધવી લતાએ પણ ટ્રિપલ તલાક વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તે વિવિધ મુસ્લિમ મહિલા જૂથોના સંપર્કમાં છે. લતા લતામ્મા ફાઉન્ડેશન અને લોપામુદ્રા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને નિરાધાર મુસ્લિમ મહિલાઓને આર્થિક મદદ પણ કરે છે. તે ગૌશાળા પણ ચલાવે છે.

ભાજપમાંથી ટિકિટની ઈચ્છા ધરાવતી લતાએ જૂના શહેરના કેટલાક વિસ્તારોમાં મહિલાઓને મળવાનું શરૂ કરી દીધું હતું. ગયા મહિને તેણે બુરખો પહેરેલી મહિલાઓમાં રાશનનું વિતરણ કરતી વખતે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ કાર્યક્રમ લથમા ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયો હતો.