November 25, 2024

બાંગ્લાદેશમાં પાંચમી વખત “હસીના” સરકાર, તોડ્યો આ રેકોર્ડ

બાંગ્લાદેશ: “ફીર એક બાર શેખ હસીના સરકાર”…રાજકારણમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોઈ પણ નેતા ફરી વખત ચૂંટાઇને  આવે. ખરી રાજનીતિ કે પછી લોકસેવા તમે કોઈ પણ નામ આપી શકો છો. ત્યારે  બાંગ્લાદેશના શેખ હસીના એક વખત નહીં પરંતુ પાંચ વખત પ્રધાનમંત્રીના શપથ લીધા છે.  શપથ લેતાની સાથે જ તેઓ સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર નેતા બન્યા છે.

5મી વખત શપથ
તારીખ 7 જાન્યુઆરીએ બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ આવ્યું છે. ડો. પ્રધાન શેખ હસીનાએ બુધવારે આજે તારીખ 10-1-2024નાએ સતત 5મી વખત શપથ લીધા છે. એક અહેવાલમાં આપેલી માહિતી અનુસાર હસીના અને અન્ય નવા ચૂંટાયેલા સાંસદોને સંસદના સ્પીકર શિરીન શર્મિન ચૌધરીએ શપથ લીધા હતા.

લાંબા સમય સુધી સેવા આપનાર નેતા
શેખ હસીના અત્યાર સુધીમાં સૌથી વધારે બાંગ્લાદેશને સેવા આપનાર નેતા બન્યા છે. મતદાનની ટકાવારી 41.8 ટકા હતી, જેમાં અપક્ષ ઉમેદવારોએ 61 બેઠકો અને રાષ્ટ્રીય પાર્ટીને 11 બેઠકો અને અન્ય AL સહયોગીઓને બે બેઠકો મળી છે. રાજકીય જૂથ બાંગ્લાદેશ કલ્યાણ પાર્ટીને એક બેઠકનો ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે. શેખ હસીનાની પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનને 225 બેઠકો સાથે જંગી જીત મળી છે. હસીનાએ સતત 5 વખત સામાન્ય ચૂંટણી જીતી છે. વડાપ્રધાન શેખ હસીનાનીપાર્ટીએ 300 બેઠકોની સંસદમાં 223 બેઠકો મેળવી છે. 300 બેઠકોમાંથી એક ઉમેદવારનું મોત થયું હતુ. જેના કારણે 299 બેઠકો પર ચૂંટણી યોજાણી હતી. બાકી વધેલી બેઠકો પર પછી ચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને થયા આ કરાર

ભારતનો ભૂતકાળ વાગોળ્યો
શેખ હસીનાએ ચૂંટણીમાં જીત મળતાની સાથે મીડિયાને સંબોધિત કર્યા હતા. જેમાં તેણે કહ્યું કે જે લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અથવા તો આતંકવાદીઓ સાથે કામ કરી રહ્યા છે તેઓ હમેંશા ચૂંટણી કરવાથી ડરે છે. વધુમાં જણાવ્યું કે મારા પિતાની હત્યા પછી પણ મેં દેશમાં લોકશાહી સ્થાપિત કરવાના હેતુથી જ બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. ઘણી વખત મારી પણ હત્યા કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તેનાથી હુ કયારે પણ ડરી નથી કે રોકાણી નથી. વધુમાં ભારતના વખાણ કરતા હસીનાએ જણાવ્યું કે ભારતે 1971 અને 1975માં અમારો સાથ આપ્યો હતો, હું ઈચ્છું છું કે અમારા સંબંધો ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહે.

આ પણ વાંચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા