July 17, 2024

શ્રીલંકામાં UPI સિસ્ટમ થશે શરૂ, કરારમાં થઈ હતી આ વાત

શ્રીલંકા: “ભારત કે ડિઝીટલ કા હૈ જમાના”…ભારત વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે ડિઝીટલમાં પણ ભારત આગળ છે. ત્યારે ભારતે શ્રીલંકા સાથે UPI પેમેન્ટ સિસ્ટમના વહેલા લોન્ચની ચર્ચા કરવામાં આવી હતી. ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા અને સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા (CBSL) ના ગવર્નર ડૉ. નંદલાલ વીરાસિંઘે વચ્ચેની આ બેઠક કરીને ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે બેઠકમાં તેના અમલીકરણ અંગે ચર્ચા કરાઈ હતી.

વેપારમાં વધારો
બેઠક બાદ સંતોષ ઝાએ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યપાલ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. જેમાં ભારત શ્રીલંકાની આર્થિક સુધારણામાં અડગ ભાગીદાર રહેશે. શ્રીલંકામાં UPI પેમેન્ટ સિસ્ટમની વહેલી શરૂઆત કરવામાં આવશે. જેના કારણે ભારતીય રૂપિયા દ્વારા વેપારમાં વધારો થશે. પ્રક્રિયા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, વડાપ્રધાન યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની સ્વીકૃતિ માટે નરેન્દ્ર મોદીએ જુલાઈ 2023માં હસ્તાક્ષર કર્યા હતા. ભારત-શ્રીલંકાએ સંયુક્ત રીતે $91.27 મિલિયનના ખર્ચે સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં રેલ્વે નેટવર્કને અપગ્રેડ કરવા કેટલાય નવા કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે માલસામાનથી લઈને આર્થિક કાર્યને બહોળો વેગ મળશે. બીજી બાજુ પરિવહન પ્રધાન ગુણવર્દનેએ શ્રીલંકાને ખાસ કરીને પરિવહન ક્ષેત્રે આપેલા સમર્થન બદલ ભારતનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો:UNનો દાવો, પાક. સરકારની કસ્ટડીમાં મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ

UPIનો વ્યાપ વિદેશોમાં
ભારત સહિત સમગ્ર વિશ્વમાં UPIનું મહત્વ ખુબ જ વધી રહ્યું છે. જેના કારણે ભારતની આ પેમેન્ટ સિસ્ટમને મોટી સફળતા મળ્યા બાદ હવે પાડોશી દેશ શ્રીલંકા પણ જલ્દીથી યુઝ કરવા જઈ રહ્યું છે. શ્રીલંકામાં ભારતીય તમિલોના 200 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. જેમાં તેમણે કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. બન્ને વચ્ચે થતી કનેક્ટિવિટી સાથે ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકીશું. આ સાથે તેમણે UPI લોન્ચની પણ વાત કરી હતી.

મુશ્કેલ સમયમાં મદદ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતે શ્રીલંકાને તેના મુશ્કેલ સમયમાં મદદ કરી હતી તે પણ વાત કહી હતી. શબ્દોને ભાર આપતા તેમણે કહ્યું કે, ભારત પહેલો દેશ છે જેણે શ્રીલંકાને મુશ્કેલ સમયમાં આર્થિક મદદ કરી છે. ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઘણા બધા દેશોએ રસ દર્શાવ્યો છે. જેમાં શ્રીલંકા ઉપરાંત ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત (UAE), સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશોએ આ ટેક્નોલોજીને મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી 2023માં સિંગાપોરે આ પેમેન્ટ સિસ્ટમ અંગેના કરાર કર્યા છે અને તેમાં હસ્તાક્ષર કર્યા હતા. જેનો ફાયદો એ થશે કે હવે તમે સિંગાપોરથી ભારતમાં ફક્ત QR કોડ અને મોબાઇલ નંબર દ્વારા પૈસાની લેવડદેવડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા