November 14, 2024

આ શાકભાજી આટલા મોંઘા કેમ ?

Prime 9 With Jigar: સામાન્ય રીતે ચોમાસુ આવે ત્યારે શાકભાજીના ભાવ ઉનાળાની સરખામણીમાં ઘટવા માંડે છે. ભારતમાં સૌથી સસ્તુ શાક શિયાળાની ઋતુમાં મળે છે. કેમ કે ચોમાસામાં પડેલા વરસાદના કારણે શાકભાજીનો સારો પાક ઉતરે છે અને લીલાં શાકભાજી મોટા પ્રમાણમાં આવે છે. ઉનાળા દરમિયાન પાણીના અભાવે શાકભાજીનું ઉત્પાદન બહું થતું નથી તેથી પાક ઓછો ઉતરે છે. એટલે શાકભાજીના ભાવ વધી જાય છે. ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે… વધારે પાણી મળવાના કારણે શાકભાજી બળી જાય…છોડમાં જીવાતો પડવાના કારણે જોઈએ તેટલો ઉતારો નહીં ચોમાસામાં શાકના ભાવ શિયાળા જેટલા ઘટતા નથી…વરસાદ શરૂ થતા ઉનાળામાં પાકતીશાકભાજીનો ફાલ આવે….ઉનાળુ શાકભાજીના ભાવ ઉતરવાની શરૂઆત થાય ઉનાળો ગયો અને ચોમાસુ બેઠું એ સાથે જ શાકભાજીના ભાવ વધ્યા ચોમાસાના પ્રારંભે શાકભાજીના ભાવમાં વધારાથી લોકો પરેશાન પણ તેની પાછળની હકિકત પણ જાણો….શરુઆત મહારાષ્ટ્રથી…

ગુજરાતમાં ખાસ કરીને મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાંથી શાકભાજી આવે છે. મહારાષ્ટ્રમાંથી મુખ્યત્ત્વે રિંગણાં, ટામેટાં, ભિંડા, ગુવાર, કોથમીર, કોબી, મેથી, દૂધી અને ગલકા જેવા શાક ગુજરાતની માર્કેટોમાં પહોંચે છે. જોકે, પૂણે અને નાશિક સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ એવો પડી રહ્યો છે કે તેનાથી સ્થિતિ ડામાડોળ થઈ છે…..મહારાષ્ટ્રમાં વરસાદ પડે અને તેની અસર ગુજરાતમાં કેમ થાય તે પણ અમે આપને સમજાવીશું…પણ તોફાની વરસાદના કારણે શાકભાજીના ભાવ વધ્યા એ પણ એક કારણ છે….

હવે વાત આપણા બીજા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની…..જ્યાં પણ તોફાની વરસાદે સ્થિતિ કફોડી કરી છે…..મધ્ય પ્રદેશમાંથી લસણ, ટામેટાં, ડુંગળી, મરચાં, કોબીજ, ગાજર, લીલા વટાણા, કાકડી, કોબીજ, બીટ, આદુ અને હળદર ગુજરાતમાં આવે છે. મધ્ય પ્રદેશમાંથી ખાસ કરીને લસણ અને આદુ ગુજરાતમાં આવે છે. મધ્ય પ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ સહિત અનેક શહેરોમાં વરસાદની સીઝન જામી અને ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ સેવા પ્રભાવિત થઈ છે…..

તેલંગણા અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી પણ શાકભાજી ગુજરાતમાં લાવવામાં આવે છે. જોકે, દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી શાકભાજી લાવવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ વધી જાય છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી ગુજરાતમાં ડુંગળી, બટાકા, ટામેટાં, મરચાં અને નાળિયેર સિવાય કેળા, સફરજન, દ્રાક્ષ, ચીકું જેવાં ફળો પણ આવે છે. દક્ષિણ ભારતનાં અનેક વિસ્તારો પણ જળબંબાકાર છે. અને તેની અસરના કારણે ભાવ વધ્યા છે…

ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી ઉપરાંત દૂધી, પરવળ, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી વગેરે વેલાવાળા શાકભાજીનું વાવેતર થાય છે. આ ઉપરાંત તાંદળજો અને પાલકની ખેતી કરી શકાય છે. ચોમાસાની શરૂઆતમાં આ શાકભાજીના ભાવો ઘટવા જોઈએ પણ તેના બદલે ભાવ વધી ગયા છે.

શાકભાજીની કિંમતોમાં વધારો કેમ ?

  • દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ
  • ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થયું
  • વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ વધી ગયા
  • શાકભાજી અને ફળના ભાવ ત્રણ આંકડામાં
  • ડુંગળી, ટામેટાં અને બટાકાંની માંગ સૌથી વધારે
  • કોથમીર, લીલા મરચા, લીંબું, આદૂ અને ફુદિનાની ડિમાન્ડ વધી
  • કેટલીક શાકભાજીના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની નજીક

ચોમાસાની ઋતુમાં જ આવતાં અને સ્વાસ્થ્ય માટે અત્યંત ફળદાયી એવાં જાંબુ, રાયણ વગેરે ફળો એટલાં મોંઘા મળે છે કે બાળકોને તેમનો પરિચય આપવા ખાતર પણ ખરીદી ના શકાય. ગુજરાતમાં શાકભાજીના ભાવોમાં થયેલા વધારા માટે ત્રણ મુખ્ય કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે.

ભાવવધારાનાં કારણો

પહેલું કારણ
ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને અસર

બીજું કારણ
ઉનાળા દરમિયાન ગુજરાત અને બીજાં રાજ્યોમાં કમોસમી વરસાદ

ત્રીજું કારણ
સમગ્ર દેશમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપમાં વધારો

આ ત્રણ કારણો પૈકી ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને અસર થાય એ મોટા ભાગે દરેક ચોમાસામાં જોવા મળતી અસર છે પણ ઉનાળામાં કમોસમી વરસાદ થાય એવું દરેક સીઝનમાં બનતું નથી.

એ જ રીતે ડીમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધારે હોય એવું પણ દરેક વાર નથી બનતું તેથી આ અસરને સીઝનલ ગણી શકાય પણ અત્યારે તો તેની કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યાં છે.

શાકભાજી કેમ મોંઘા થયા?

  • ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશનને અસર
  • બહારથી શાકભાજી મંગાવવા પડે
  • જેના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે
  • ગુજરાતમાં અછત હોય તો મહારાષ્ટ્રથી ટામેટાં મંગાવવામાં આવે
  • મહારાષ્ટ્રમાં ટામેટાં ના મળે તો બેંગલોરથી મંગાવવાં પડે
  • સુરત સુધી મહારાષ્ટ્રથી માલ આવે તો સસ્તો પડે
  • અમદાવાદ આવે અને પછી સૌરાષ્ટ્ર જાય તો મોંઘો પડે
  • ભારતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ફળો અને શાકભાજીના મુખ્ય ઉત્પાદક

ફળો-શાકભાજીના ઉત્પાદનમાં કોણ આગળ?

  • મધ્યપ્રદેશ 11.30 લાખ હેક્ટર વિસ્તાર સાથે પહેલા સ્થાને
  • ફળો અને શાકભાજીનું વાર્ષિક ઉત્પાદન 1.20 કરોડ ટન

મહારાષ્ટ્ર 11.20 લાખ હેક્ટર સાથે બીજા સ્થાને

  • ફળો અને શાકભાજીનું વાર્ષિક ઉત્પાદન 1.10 કરોડ ટન

સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને તેલંગણા શાકભાજીના મુખ્ય ઉત્પાદક પ્રદેશો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ શાકભાજી અને ફળો પાકે છે. ગુજરાતમાં આ તમામ રાજ્યોમાંથી ફળો અને શાકભાજી આવે છે. આ રાજ્યોમાંથી ફળો તથા શાકભાજી આવે ત્યારે તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે તેથી શાકભાજી મોંઘી થઈ જાય છે. ગુજરાતમાં બધી શાકભાજી બધે થાય છે પણ દરેક વાર શાકભાજીનું વાવેતર બધા વિસ્તારોમાં સરખું નથી હોતું. આ કારણે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે. હવે, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કયાં શાકભાજી આવે છે એની વાત.

શાકભાજીનું ગણિત

  • મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં શાકભાજીનું સૌથી વધારે વાવેતર.
  • અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાવેતર.
  • અમદાવાદ સહિતના બજારોમાં પૂરતા પ્રમાણમાં આવક નહીં.

શાકભાજીના મોટા બજાર

  • ગુજરાતમાં સૌથી મોટું બજાર સુરતમાં.
  • વડોદરાના પાદરામાં મોટું બજાર.
  • ઉત્તર ગુજરાતના ડીસામાં બટાકાંનું મોટું બજાર.

શાકભાજીમાં ભાવ વધારો કેમ ?

  • અમદાવાદથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાકભાજી મોકલાય.
  • અમદાવાદમાં સસ્તાં પડતાં શાકભાજી બીજા જિલ્લામાં મોંઘાં પડે.
  • ગુજરાતમાં કોબીજ, ફલાવર અને રિંગણ સહિતના શાકભાજીના ભાવમાં ફરક.
  • ગુજરાતમાં અછતના પગલે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટાં મંગાવાય.
  • ગુજરાતમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના ગેપ માટે કમોસમી વરસાદ જવાબદાર.
  • ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળા અને ઉનાળા બંનેમાં કમોસમી વરસાદ.
  • ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પડતા વરસાદથી શાકભાજીના પાકને નુકસાન.
  • ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જબરદસ્ત કમોસમી વરસાદ.
  • રાજ્યના ખેડૂતોએ કરેલી વાવણીને ભારે નુકસાન થયું.

ઉનાળા અને ચોમાસામાં થયેલા ડુંગળી અને બટાકાં જેવા પાક કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે છે પણ નવેમ્બરમાં પડેલા વરસાદના કારણે ડુંગળી અને બટાકાંની અછત થતાં કોલ્ડ સ્ટોરેજમાંથી એ કાઢીને વેચવા પડ્યા.

જેના કારણે ઉનાળામાં તેની અછત વર્તાઈ ને એ અછતની અસર હજુ છે. ખેડૂતો માટે પશુપાલન અત્યંત જરૂરી છે કેમ કે તેના કારણે તેમના ઘર ચાલે છે. દૂધાળાં ઢોરનું દૂધ વેચીને કરાતી આવક તેમની રોજબરોજની ચીજો માટે જરૂરી રોકડ આપે છે. આ કારણે ઢોર માટે ચારો તો રાખવો જ પડે તેથી ખેડૂતોએ શિયાળામાં જ શાકભાજીની ખેતી પડતી મૂકીને પશુઓ માટે ઘાસચારો સંઘરી શકાય એવા પાક લેવાનું પસંદ કર્યું. આ કારણે શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું ને તેના કારણે ડીમાન્ડ અને સપ્લાયનો ગેપ વધી ગયો. આ ગેપ પૂરાય એ પહેલાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડ્યો તેમાં પાછું એ જ વાતોનું પુનરાવર્તન થયું.

શાકભાજી કેમ મોંઘા થયા ?

  • ગુજરાતમાં પાક ઓછો થાય ત્યારે બીજાં રાજ્યોમાંથી શાકભાજી-ફળો આવે
  • અત્યારે બીજાં રાજ્યોમાં ભારે વરસાદ
  • ગુજરાતમાં બીજાં રાજ્યોમાંથી ફળો અને શાકભાજી નથી આવતાં
  • ગુજરાતમાં સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને MPથી શાકભાજી આવે
  • ભારે વરસાદના કારણે એ સપ્લાય પણ બંધ થઈ ગયો
  • દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ
  • જેના કારણે દેશભરમાં જાનમાલને ભારે નુકસાન
  • જેની અસર શાકભાજી અને પાકની ઉપજ પર પડી
  • ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતરોમાં જ શાકભાજી સડી ગયાં
  • મોટાં બજારોમાં બજારોમાં શાકભાજીની આવક ઘટી ગઈ
  • બજારોમાં ઓછા પુરવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા
  • અછત સર્જાય ત્યારે સ્થાનિક બજારમાં જ શાકભાજીના ઉંચા ભાવ મળે
  • ખેડૂતો બીજાં રાજ્યોમાં માલ મોકલવાનું પસંદ કરતા નથી

બીજું એક કારણ એ પણ છે કે, શાકભાજી અને ફળો પકવતા ખેડૂતો હવે પરંપરાગત ખેતીના બદલે બિનપંરપરાગત અને વિદેશી ફળોની ખેતી તરફ વળી રહ્યા છે કેમ કે તેમાં વધારે કમાણી છે. સરકાર પણ સંકલિત બાગાયત વિકાસ મિશન દ્વારા વિદેશી ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. સરકાર દ્વારા કિવી, એવોકાડો, પેશન ફ્રુટ, બ્લુબેરી, ડ્રેગન ફ્રૂટ, અંજીર, મેંગોસ્ટન, પર્સિમોન, રેમ્બુટન્સ અને સ્ટ્રોબેરી જેવા ઘણા નવા ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન અપાય છે.

ભારતમાં વિદેશી પાક

  • સોલાનની યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી દ્વારા પ્રયાસ.
  • ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં એવોકાડો, કિવી અને હેઝલનટ ઉગાડાયા.
  • હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને અન્ય સ્થળોએ આ પાકનું વાવેતર.
  • લુધિયાણાની પંજાબ કૃષિ યુનિવર્સિટીની ઉત્તર- પશ્ચિમના મેદાનોમાં ખેતી માટે પહેલ.
  • અંજીર, સ્ટ્રોબેરી, ખજૂર, બ્રોકોલી, લેટસ.
  • સેલરી, મીઠી મરી અને બેબી કોર્ન જેવા પાકોની જાતો વિકસાવી.
  • 1993ના દાયકામાં ભારતમાં ડ્રેગન ફ્રૂટની સ્વદેશી ખેતી શરૂ.

મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંદામાન અને નિકોબારમાં વ્યાપકપણે આ ફળ ઉગાડાય
મહારાષ્ટ્રના ઘણા ખેડૂતો શેરડી, દ્રાક્ષ, સોયાબીન અને શાકભાજી જેવા પાકોને બદલે ડ્રેગન ફ્રૂટ તરફ વળ્યા એને ઓછા પાણીની જરૂર પડે ….ખાસ કરીને સાંગલી જેવા પશ્ચિમી જિલ્લાઓમાં આ ફળોનું પુષ્કળ ઉત્પાદન કેરળના ઘણા ખેડૂતોએ ડાંગર કે મસાલા જેવા પરંપરાગત પાકોનું વાવેતર ઓછું કર્યુંમધ્ય અમેરિકાના બટરનટ સ્કવોશ, વિયેતનામના ગેક ફ્રુટ અને ચીનના લોકેટ જેવાં ફળો ઉગાડવાનું શરૂ

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પોલી-હાઉસની નિયંત્રિત પર્યાવરણીય પરિસ્થિતિઓ હેઠળ વિદેશી છોડ ઉગાડવા માટેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. વિદેશી ફળો અને શાકભાજીનો પાક વધ્યો તેના કારણે શાકભાજીનું વાવેતર ઘટ્યું. તેથી પણ ડિમાન્ડ અને સપ્લાયમાં ગેપ વધ્યો છે. આ સ્થિતિ બદલી શકાય એવી નથી એ જોતાં આપણે શાકભાજીના ઉંચા ભાવ સ્વીકારવા તૈયાર રહેવું પડશે. આપણા દેશની આ કમનસીબી છે કે, સામાન્ય લોકો શાકભાજીના ઉંચા ભાવ ચૂકવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. દરેક સીઝનમાં એ ફરિયાદ હોય જ છે કે, માર્કેટયાર્ડમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોંચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે એવી ફરિયાદો દરેક વાર સાંભળવા મળે છે. ખેડૂતો એવો પણ આક્ષેપ કરતા હોય છે કે વચેટિયાઓ સૌથી વધુ કમાણી કરે છે.

કમનસીબી એ પણ છે કે, એપીએમસીમાં શાકભાજીના ભાવ તળિયે હોય ત્યારે પણ લોકોને જેટલું સસ્તું શાકભાજી મળવું જોઈએ તેટલું નથી મળતું. વચેટિયાઓ ખેડૂતો પાસેથી તળિયાના ભાવે શાકભાજી ખરીદીને વેપારીઓને વેચે પછી વેપારીએ ઉંચા ભાવ જ પડાવે છે. કમનસીબે આ સ્થિતિ પણ બદલી શકાય એમ નથી.