ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચના ટિકિટના ભાવ એટલા કે કાર આવી જાય
T20 World Cup: ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ICC T20 વર્લ્ડ કપમાં બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. ચાહકો આ મુકાબલો જોવા માટે તૈયાર છે. પરંતુ આ મેચની ટિકિટની કિંમત જાણીને તમે ચોંકી જશો.
ટિકિટના ભાવ આસમાને
ICC T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન વચ્ચે રમાશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની યજમાની હેઠળ આયોજિત થવાનો છે. 9 જૂને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ ટકરાવાની છે. આ પહેલા જ ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. સીટગીકની સાઈટ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો $175,000 સુધી એટલે કે અંદાજે રૂપિયા 1.4 કરોડમાં વેચાઈ રહી છે.
આ પણ વાંચો: T20 World Cup: 20 ટીમની 55 મેચ, જાણો સુકાનીની સ્ક્વોડ
સૌથી સસ્તી ટિકિટની કિંમત શું છે?
ICCની સત્તાવાર વેબસાઇટ પર આ મેચની ટિકીટની કિંમત ઓછી છે. પરંતુ એમ છતાં સામાન્ય લોકો માટે આ કિંમત ખુબ વધારે કહી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ મેચની ટિકિટની કિંમત $300 થી શરૂ થાય છે. ભારતીય ચલણમાં તેની કિંમત 25 હજાર રૂપિયા હશે. ડાયમંડ ક્લબની ટિકિટ છે તેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 8 લાખ
રૂપિયાથી વધુ થાય છે. મહત્વની વાત એ છે કે આટલી કિંમતમાં તો તમે એક કાર પણ ખરીદી કરી શકો છો. આટલી મોંઘી ટિકીટ લેવી મધ્યમ વર્ગને પોસાય નહીં.