February 26, 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસ ગુજરાતની મુલાકાતે, વડોદરા એરપોર્ટ રાજ્યપાલે આવકાર્યા

વડોદરા: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ચાર દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જગદીશ વિશ્વકર્મા સહીત મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા. એકતાનગર જઇ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા દ્રૌપદી મુર્મુ એકતાનગર પહોંચ્યા છે.

આજે 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કેવડિયા ખાતે નર્મદા આરતીના સાક્ષી બનશે.

27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. ત્યારબાદ ત્યાંથી અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે રાષ્ટ્રપતિ ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારકની મુલાકાત લેશે. 1 માર્ચે રાષ્ટ્રપતિ ધોળાવીરા- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેશે.