September 20, 2024

PM મોદીએ દાંડી કૂચમાં ભાગ લેનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી

pm narendra modi paid tribute to people who participated in Dandi march

નરેન્દ્ર મોદીએ દાંડી કૂચમાં જોડાયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ દાંડી કૂચને લઈને ટ્વીટ કર્યું છે. ત્યારે બાપુના નેતૃત્વમાં દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. 1930માં શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, ‘સવારે આશરે 10 વાગ્યે પુનઃવિકાસિત કોચરબ આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપીશ. કોચરબ આશ્રમ જે મહાત્મા ગાંધીના જીવનમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ યુવાનો અને ગાંધીજીના વિચારો વચ્ચેના બંધનને વધુ ગાઢ બનાવશે.’

વડાપ્રધાન એક દિવસીય પ્રવાસે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે તેઓ 85 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સાબરમતી ડી-કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ અમદાવાદમાં સાબરમતી કિનારે આવેલા ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ નિહાળશે. પછી સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભાને સંબોધન કરશે.

રેલવે સ્ટેશન પર ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રેલવે સ્ટેશન પર ભારતીય જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે. ત્યારબાદ અમદાવાદ – મુંબઈ સહિત 10 જેટલી વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવશે. પીએમ મોદી 10 વાગ્યે સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ પહોંચશે. ત્યાંથી સીધા કોચરબ આશ્રમ જશે અને ઉદ્ઘાટન કરશે.