PM મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ ડુડા સાથે કરી મુલાકાત, સંબંધોને ગાઢ બનાવા ચર્ચા કરી
PM Narendra Modi Visit Poland: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી અને ભારત-પોલેન્ડ સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, વોર્સોમાં રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડાને મળીને ખુશી થઇ. અમે ભારત-પોલેન્ડ સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ઉત્તમ ચર્ચા કરી. પોલેન્ડ સાથેના તેના ઉષ્માભર્યા સંબંધોને ભારત ખૂબ મહત્વ આપે છે. અમે આવનારા સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ.
Z radością spotkałem się z Prezydentem Polski @AndrzejDuda w Warszawie. Odbyliśmy wspaniałą dyskusję dotyczącą sposobu zacieśnienia więzów indyjsko-polskich. Indie wysoce cenią sobie przyjazne stosunki z Polską. Planujemy wzmocnić relacje handlowe i kulturowe pomiędzy naszymi… pic.twitter.com/qY06kUtWYL
— Narendra Modi (@narendramodi) August 22, 2024
પોલેન્ડના વડા પ્રધાનને મળ્યા બાદ તેમણે આગળ લખ્યું કે, મારા મિત્ર વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળીને મને આનંદ થયો. અમારી વાતચીતમાં અમે ભારત-પોલેન્ડ સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરી. અમે ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા આતુર છીએ.”
વડા પ્રધાને વૉર્સોમાં અજ્ઞાત સૈનિકની સમાધિ પર ફૂલ ચઢાવ્યા હતા અને રાષ્ટ્રપતિ ડુડા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ આજે પોલેન્ડના વડા પ્રધાન ટસ્ક સાથે મુલાકાત કરી હતી અને ભારત-પોલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવાનો નિર્ણય લીધો હતો. બંને નેતાઓએ વેપાર, રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંરક્ષણ અને સુરક્ષા, સાંસ્કૃતિક સહયોગ અને લોકો વચ્ચેના સંબંધો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
PM @donaldtusk and I also discussed ways to expand cooperation in defence and security. It is equally gladdening that we have agreed on a social security agreement, which will benefit our people. pic.twitter.com/aQmb4zvPWR
— Narendra Modi (@narendramodi) August 22, 2024
તેઓ ફૂડ પ્રોસેસિંગ, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, ઘન કચરો વ્યવસ્થાપન, ઈલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એઆઈ, માઈનિંગ અને ક્લીન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં આર્થિક અને વ્યાપારી સહયોગ માટેની મહત્વપૂર્ણ તકો પર સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ બેલ્વેડેર પેલેસમાં રાષ્ટ્રપતિ ડુડા સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો જેવા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.