PM મોદીની USA રાષ્ટ્રપતિ જો બાઇડનને અનોખી ભેટ, ચાંદીની ટ્રેન આપી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસએના પ્રવાસે છે. ત્યારે તેમણએ રાષ્ટ્રપતિ જો બાઇડનને એન્ટિક સિલ્વર હેન્ડ-એગ્રેવ્ડ ટ્રેન મોડલ ભેટમાં આપ્યું છે. આ વિન્ટેજ ચાંદીના હાથથી કોતરેલી ટ્રેન મોડલ એક દુર્લભ અને અસાધારણ નમૂનો છે.
મહારાષ્ટ્રના કારીગરો દ્વારા નિપુણતાથી ટ્રેનનું મોડલ બનાવવામાં આવ્યું છે. આ મોડલ ચાંદીની કારીગરીમાં તેના સમૃદ્ધ વારસા માટે પ્રખ્યાત છે. આ ગિફ્ટ બનાવવા માટે 92.5% ચાંદી વાપરવામાં આવ્યું છે. ભારતીય ધાતુકામની સર્વોચ્ચ કલાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. તેમાં પરંપરાગત ટેક્નિક જેમ કે કોતરણી, રિપૉસ (ઉછેરેલી ડિઝાઇન બનાવવા માટે રિવર્સથી હેમરિંગ) અને જટિલ ફિલિગ્રી વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ રચના સ્ટીમ એન્જિનના યુગને સમર્પિત છે. જેમાં કલાત્મક દીપ્તિ ઐતિહાસિક મહત્વ સાથે ભળી જાય છે. ભારત અને યુએસ વચ્ચેના મજબૂત જોડાણને દર્શાવતા મોડેલને મુખ્ય કેરેજ પર ‘DELHI – DELAWARE’ અને એન્જિન પર ‘INDIAN RAILWAYS’ લખવામાં આવ્યું છે.
આ માસ્ટરપીસ માત્ર કારીગરના અસાધારણ કૌશલ્યને જ હાઇલાઇટ કરતું નથી, પરંતુ ભારતીય રેલ્વેના ઐતિહાસિક ઇતિહાસ અને તેના વૈશ્વિક પ્રભાવની ઝળહળતી સાક્ષી તરીકે પણ ઉભરી આવે છે.