December 23, 2024

વૃદ્ધોને PM મોદીની દિવાળીની ભેટ, 70+ વૃદ્ધોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

Ayushman Bharat Yojana: આજે ધનતેરસ અને આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનિયર સિટીઝન નાગરિકોને ભેટ આપી હતી. આજે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સિનિયર સિટીઝનને આયુષ્માન વય વંદન કાર્ડ આપ્યા. આ પ્રસંગે પીએમ મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ 12850 કરોડ રૂપિયાના અનેક સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ.

તમામ વૃદ્ધોને લાભ થશે
તમામ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, બધાને આયુષ્માન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે આયુષ્માન ભારત યોજનામાં સિનિયર સિટીઝોની આવક મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, બાકીના નાગરિકો માટે આવક મર્યાદા હજુ પણ ચાલુ છે. યોજનાના લાભાર્થીઓ PMJAY હેઠળ 29,000 થી વધુ લિસ્ટેડ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. માત્ર દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓને જ આ યોજનાનો લાભ મળતો નથી.

કેવી રીતે અરજી કરવી

  1. જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ.
  2. હવે પર્સનલ ડિટેલ્સ આપ્યા પછી સબમિટ કરો.
  3. આ પછી, કુટુંબની વિગતો પર જાઓ અને એપ્લાય પસંદ કરો.
  4. હવે અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  5. તેનો OTP માન્ય કરો અને ફોર્મ સબમિટ કરો.
  6. છેલ્લે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

કયા રોગો આવરી લેવામાં આવે છે?
આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana)ના લાભાર્થીઓ અનેક રોગોની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેન્સર, હૃદય રોગ, કિડની સંબંધિત રોગો, કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ વગેરે જેવા ગંભીર રોગોની પણ મફતમાં સારવાર કરવામાં આવે છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, સરકારે ખાનગી હોસ્પિટલોમાંથી મોતિયા, સર્જિકલ ડિલિવરી અને મેલેરિયા વગેરે જેવી ઘણી સારવાર દૂર કરી છે. આ તમામ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં મફતમાં થઈ શકે છે. આ યોજના હેઠળ, રોગોની સાથે પ્રોસ્ટેટ કેન્સર, ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મોનરી વાલ્વ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, સ્કલ બેઝ સર્જરી, ટિશ્યુ એક્સ્પાન્ડર, પીડિયાટ્રિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, ન્યુરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી પણ મફતમાં કરાવી શકાય છે. આ સર્જરી સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાય છે.