January 3, 2025

PM મોદી બુલંદશહરને રૂ. 20,000 કરોડની યોજનાઓ ભેટ આપશે

MODI - NEWSCAPITAL

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદશહર અને રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે. પીએમ આ દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 1.45 વાગ્યે બુલંદશહરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ રૂ. 19,100 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેમાં રેલ, રોડ, તેલ અને ગેસ અને શહેરી વિકાસ તેમજ આવાસ જેવી ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે.

રેલથી લઈને રોડ સુધીના ઘણા મહત્વના પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મૂડી બુલંદશહરમાં કાર્યક્રમ દરમિયાન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) પર ન્યૂ ખુર્જા-નવી રેવાડી વચ્ચે 173 કિમી લાંબી ડબલ લાઇન, મથુરા-પલવલ સેક્શન અને ચિપિયાણા બુઝર્ગ-દાદરી સેક્શનને જોડતી ચોથી લાઇન, અલીગઢથી ભાડવાસ સુધી ફોર લેન વર્ક પેકેજ -1 (NH-34 ના અલીગઢ-કાનપુર વિભાગનો ભાગ), NH-709A ને પહોળો કરવો, NH-709AD પેકેજ-II ના શામલી-મુઝફ્ફરનગર વિભાગને ચાર માર્ગીય બનાવવો અને અન્ય રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.MODI - NEWSCAPITALપીએમ મોદી આા પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે

આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી ઈન્ડિયન ઓઈલની ટુંડલા-ગવરિયા પાઈપલાઈનનું પણ ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 700 કરોડના ખર્ચે બનેલ આ 255 કિમી લાંબી પાઈપલાઈન યોજના નિર્ધારિત સમય કરતાં પહેલા પૂર્ણ થઈ ગઈ છે. પીએમ ગ્રેટર નોઈડામાં 747 એકરમાં ફેલાયેલા ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. રૂ. 1,714 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ દક્ષિણમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે અને પૂર્વમાં દિલ્હી-હાવડા બ્રોડગેજ રેલ્વે લાઈન સાથે સ્થિત છે. આ સિવાય પીએમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), મથુરા સીવરેજ સ્કીમ, મુરાદાબાદ (રામગંગા) સીવરેજ સિસ્ટમ અને લગભગ 460 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ STP કામોનું પણ ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત અંગે યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું કે, PM મોદી આજે કેટલાક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પછી PM મોદી એક જનસભાને સંબોધિત કરશે.

આ પણ વાંચો : PM મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે, દ્વિપક્ષીય મુદ્દાઓ પર થશે વાતચીત

સાંજે જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5.30 વાગ્યે જયપુરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરશે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે, જંતર-મંતર અને હવા મહેલ સહિત શહેરના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના સ્થળોની મુલાકાત લેશે.