May 1, 2024

‘પારો એરપોર્ટ’ પર ખરાબ હવામાનના કારણે PM મોદીનો ભૂટાન પ્રવાસ સ્થગિત

PM Modi Bhutan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂટાન પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદીની 21-22 માર્ચે ભૂટાનની મુલાકાત ખરાબ હવામાનને કારણે સ્થગિત કરવામાં આવી છે. પ્રવાસની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે પીએમ મોદી 21-22 માર્ચે ભૂટાનની રાજકીય મુલાકાતે જવાના હતા. આ સમય દરમિયાન, પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જીગ્મે સિંગે વાંગચુક (ભૂતાનના ભૂતપૂર્વ રાજા)ને મળવાના હતા. આ સિવાય પીએમ મોદીએ તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે પણ વાત કરવાની હતી.

પીએમ મોદીની મુલાકાત અંગે PMOએ કહ્યું હતું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ (પાડોશી પ્રથમ નીતિ) પર ભાર આપવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે.

PM મોદીની મુલાકાત બંને દેશો માટે કેમ મહત્વની હતી?
પીએમઓએ કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાત બંને પક્ષોના પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવા માટે છે. સાથે સાથે બંને દેશોના લોકોના લાભ માટે અમારી અનુકરણીય ભાગીદારીને વિસ્તારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવાની તક પણ પ્રદાન કરશે.