Modiએ દેશવાસીઓને Kanyakumariનો ધ્યાનનો અનુભવ કર્યો શેર
Pm modiએ કન્યાકુમારીનો અનુભવ શેર કર્યો છે. મતદાનનો છેલ્લો તબક્કો હતો તે પહેલા પીએમ કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા હતા. આ સમયે તેમણે ધ્યાન કર્યું હતું. તે ગઈ કાલે પાછા ફર્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ ધ્યાન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યા છે.
અનુભવો કર્યા શેર
લોકસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે આવવાના છે. ત્યારે Pm modiએ કન્યાકુમારીનો અનુભવ શેર કર્યો છે. પીએમ કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા છે. પ્રધાનમંત્રીએ તેમા લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ રહી છે. મારું મન ઘણા અનુભવની સાથે લાગણીઓથી ભરેલું છે. મારી અંદર હું ખુબ અપાર ઊર્જાનો પ્રવાહ અનુભવ કરી રહ્યો છું. વધુમાં જણાવ્યું કે 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધની ભૂમિ એવા મેરઠથી મેં થોડા મહિનાઓ પહેલાં જ મારું અભિયાન શરૂ કર્યું હતું. આ ભૂમિ સંત રવિદાસ જી સાથે જોડાયેલી ભૂમિ છે.
નજર સમક્ષ આવી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ સ્વાભાવિક છે કે ચૂંટણીનો ઉત્સાહ મારા દિલ અને દિમાગમાં હતો. આ સમય દરમિયાન રેલીઓ અને રોડ શોમાં જોવા મળતી લોકોની ભીડ મારી નજર સમક્ષ આવી રહી છે. હું ‘સાધનામાં ગયો ત્યાં રાજકીય ચર્ચાઓ વધી ગઈ હતી. અલગ અલગ પ્રકારના શબ્દોના પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારું મન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયું હતું.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બનશે તો શું કરશે? પાકિસ્તાનમાં ડરનો માહોલ
સાધના મુશ્કેલ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે. પરંતુ આ સાધનાને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ અને કન્યાકુમારીની ભૂમિ સરળ બનાવી દીધી હતી. હું ભગવાનનો પણ આભારી છું. પ્રધાનમંત્રીએ આ સમયે કહ્યું કે કે સ્વામી વિવેકાનંદજીએ એ જગ્યાએ ધ્યાન કરતી વખતે શું અનુભવ્યું હશે તેનો હું અનુભવ કર્યો હતો. કન્યાકુમારીના ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઊંચાઈઓ આપી છે. હિમાલયની ગોદમાં દાયકાઓ પહેલા બનાવેલા વિચારો અને અનુભવો ફરી જીવંત થયા છે.