iPhone 16ના ફોટા લીક, લુક જોઈને પીગળી જશો
અમદાવાદ: એપલ iPhone 16ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. iPhoneને ચાહનારા લોકો સતત આ ફોન વિશે માહિતી મેળવી રહ્યા છે. થોડા દિવસથી iPhone 16ની સતત માહિતી બહાર આવી રહી છે. ત્યારે હવે iPhone 16 નો ફોટો લીક થયો છે.
જૂની ડિઝાઇનનું પુનરાવર્તન
કહેવામાં આવી રહ્યું છે કે જૂની ડિઝાઇનનું પુનરાવર્તન iPhone 16માં થશે. માર્કેટમાં એવી વાત જોવા મળી છે કે આ ફોન સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.અત્યાર સુધીમાં જો લીકરસની વાત માનવામાં આવે તો iPhone 16નું કેમેરા મોડ્યુલ iPhone 11 અને iPhone 12 જેવું હશે. વર્ટિકલ કેમેરા પણ જોવા મળશે. આ સિવાય ફોનની કેમેરા ડિઝાઈન પણ અમુક અંશે iPhone X સિરીઝથી પ્રેરિત જોવા મળશે.
કેવી હશે ડિઝાઇન?
અત્યાર સુધીમાં જે માર્કેટમાં માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 માં iPhone X અને iPhone 12 ની મિક્સ ડિઝાઇન જોવા મળશે . જો કે આ સ્માર્ટફોન ફ્રન્ટથી બિલકુલ અલગ જોવા મળશે. 6.1-inch અને 6.7-inch ડિસ્પ્લે તમને મળશે. તો iPhone 16 Pro Maxમાં 4,676mAh બેટરી હોઈ શકે છે. બ્રાન્ડ iPhone 16 માં 3,561mAh બેટરી પ્રદાન કરી શકે છે, જ્યારે iPhone 16 Plus માં 4000mAh બેટરી હશે. આ હેન્ડસેટ 40W વાયર્ડ ચાર્જિંગ અને 20W મેગસેફ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.
નવી બેટરીની ડિઝાઇન
અગાઉની સિરીઝની જેમ iPhone 16 સિરીઝમાં પર 4 મોડલનો સમાવેશ કરાયો છે. મળતી વિગતો અનુસાર iPhone 16 સિરીઝના કેટલાક મૉડલમાં iPhone 13 સિરીઝમાં જોવા મળતી L-આકારની બેટરી ડિઝાઇન જોવા નહીં મળે. જે માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 Plusમાં 4,006mAh બેટરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. iPhone 16 Pro Max વિશે વાત કરીએ, તો તેમાં 4,676mAhની મોટી બેટરી મળી શકે છે. આ વાયરલ માહિતીઓમાં હજુ iPhone 16 Pro વિશે કોઈ માહિતી સામે આવી નથી. iPhone 15માં 3,279mAhની બેટરી છે, જ્યારે Pro Maxમાં 4,352mAhની બેટરી છે.
અંડરવોટર મોડ
Apple આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone 16 લોન્ચ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હજુ તો ઘણો સમય બાકી છે આ પહેલા તેના ફીચર્સ અંગે લીક થવાનું શરૂ થઈ ગયું છે. લેટેસ્ટ રિપોર્ટમાં iPhone 16ની એક અનોખી વિશેષતા સામે આવી છે. જો લીક્સની વાત માનવામાં આવે તો પની iPhone 16 સિરીઝને અંડરવોટર મોડ સાથે લોન્ચ કરવાની છે. હવે તેમાં કેટલી હકીકત છે તે iPhone 16 લોન્ચ થયા બાદ ખબર પડશે.