September 25, 2024

બાંગ્લાદેશમાં નથી અટકી રહ્યા હિંદુઓ પર અત્યાચાર… દુર્ગા પૂજાને લઈ મળી ધમકી!

Bangladesh: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી વચગાળાની સરકારની રચના કરવામાં આવી. મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આમાં સૌથી વધુ હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ છે કે કટ્ટરપંથીઓ હિન્દુઓને દુર્ગા પૂજા ન ઉજવવા માટે ધમકીઓ પણ આપી રહ્યા છે. હકીકતમાં, એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભીડ બંગાળીમાં નારા લગાવી રહી છે કે તેઓ દુર્ગા પૂજા નહીં થવા દે. આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

હિંદુ લઘુમતીઓ પર સતત અત્યાચાર
બાંગ્લાદેશમાં આજે જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ આ દેશ હિંદુઓ અને લઘુમતીઓ માટે નરક બની ગયો છે. કટ્ટરવાદીઓ હિંદુઓને સતત હેરાન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, 74 વર્ષીય હિંદુ સ્વતંત્રતા સેનાની ખગેન્દ્ર નાથ પ્રામાણિક પર તેમના ઘરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે સરકારી હોદ્દા પરથી લોકોને બળજબરીથી રિટાયર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: લેબનોનમાં હાહાકાર વચ્ચે પુતિને રશિયનોને કરી અપીલ, તરત ખાલી કરો આ વિસ્તાર નહીંતર…

જો તમે દુર્ગા પૂજા ઉજવશો તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

દુર્ગા પૂજાનો તહેવાર આવી રહ્યો છે. આ પ્રસંગે પૂજા ઉત્સવ સમિતિઓના આગેવાનોને ધમકીભર્યા પત્રો મળ્યા છે. જેમાં તેઓને દુર્ગા પૂજાનો તહેવાર ઉજવતા પહેલા 5 લાખ રૂપિયા ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. આ ધમકીઓને કારણે કેટલીક પૂજા ઉત્સવ સમિતિઓએ કાર્યક્રમો રદ કર્યા છે. તો કેટલાકે પોલીસનો સહારો લીધો છે.

હિંદુ લઘુમતીઓ પરના હુમલા અને દમનને લઈને ભારત સરકાર દ્વારા પણ ઉગ્ર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પછી પણ મોહમ્મદ યુનુસ લઘુમતીઓને બચાવવા માટે કોઈ પગલાં લેવાતા નથી.