November 14, 2024

Ryanairની ફ્લાઈટ્સને જોઈ લોકોએ કહ્યું, ‘સેલિબ્રિટીથી પણ સુંદર’

અમદાવાદ: યૂરોપીયન બજટ એરલાઈન્સ રયાનએરએ સોશિયલ મીડિયા પર એક જોરદાર પોસ્ટ કરી છે. જે આજકાલ ખુબ ચર્ચામાં છે. એરલાઈન્સે મેટ ગાલાની 2024ની થીમ પર એક મસ્ત પોસ્ટ શેર કરી છે. જેણે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રયાનએરના ફેશન ઈન્વેટ પર મીડિયા આઉટલેટ પોપ ક્રેવની પોસ્ટ પર જવાબમાં લખ્યું છે. તેમણે લખ્યું કે, 2024 મેટ ગાલા 3 સપ્તાહ બાકી છે. આ વર્ષનો ડ્રેસ કોડ ધ ગાર્ડન ઓફ ટાઈમ છે. તમારા ફેવરેટ ગેસ્ટ લિસ્ટમાંથી કોન છે?. આ સાથે જ એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સનો એક ભાગ ફુલ અને પાંદડાઓ સાથે સજાવ્યો છે. આ સાથે પિંક કલરની લિપસ્ટિક વાળા હોઠ સાથે એક એડિટેડ ફોટો શેર કર્યો છે. આ સાથે લખ્યું કે, ‘બોર્ન ટૂ સ્લે, ફોર્સ્ડ ટૂ ફ્લાઈ’

લોકોએ આ રીતે કર્યું રિએક્ટ
શેર કરવામાં આવેલા પોસ્ટને ચાર લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે. અને 8 હજારથી વધારે લાઈક મળી છે. પોસ્ટ પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, એક જ સેલિબ્રિટને વારંવાર અલગ અલગ આઉટફિટમાં જોવા કરતા આને જોવાનું વધારે પસંદ કરીશ. તો બીજા યુઝરે કહ્યું કે, આ ખુબ જ સુંદર છે. તો અન્ય એક યુઝરે કહ્યું કે, આ ફ્લાઈટ્સની લેન્ડિંગ સાચે લોકોને મારી નાખશે. તો ચોથા વ્યક્તિએ લખ્યું કે, Ryanairનું ટ્વીટ નેક્સ્ટ લેવલ છે.

આ પણ વાંચો: દરેક રેલી, રોડ-શોના અંતે હાજર રહેશે સફાઈની ટીમ

Ryanairને આ રીતે આપ્યો જવાબ
આ પહેલા યૂરોપમાં Ryanairથી યાત્રા કરવાવાળી એક મહિલાએ વિન્ડો સીટ માટે એક્સ્ટ્રા પૈસાનો ખર્ચ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યના કારણે તેમની સીટ પાસે એક પણ વિન્ડો નહોતી. જેના કારણે યાત્રીએ પોસ્ટ કર્યું કે, મે વિન્ડો સીટ માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવ્યા છે. જે બાદ એરલાઈન્સે તેમને જવાબ આપ્યો હતો. આ સાથે તેમને વિન્ડો સીટ પણ કરી આપી હતી.