Paytmનું નામ બદલાયું, હવે આ નવા નામથી ઓળખાશે
Paytm E-Commerce: ફિનટેક કંપની પેટીએમ હાલ સંકંટનો સામનો કરી રહી છે. તેની વચ્ચે ઈ-કોમર્સ પ્લેટફોર્મની રિબ્રાંડિંગ કરવામાં આવ્યું છે. આ રિબ્રાંડિંગ બાદ હવે પેટીએમની ઈ-કોમર્સનું નામ પાઈ પ્લેટફોર્મ્સ(Pai Platform) નામ આપવામાં આવ્યું છે. પેટીએમ ઈ-કોમર્સને હવે નવી ઓળખ મળી છે.
મુશ્કેલીઓમાં પેટીએમ બેંક
પેટીએમ ઈ-કોમર્સને આવા સમયે આપવામાં આવ્યું છે. જ્યારે સમૂહની બેંકિંગ યૂનિટ પેટીએમ પેમેન્ટ બેંકની મુશ્કેલીઓ વધી ગઈ છે. રિઝર્વ બેંકે હાલમાં જ પેટીએમ પેમેન્ટસ બેંકની ઉપર મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પેટીએમ પેમેન્ટ્સ બેંકની બેંકિંગ પરમિટ પણ ખતરામાં છે. રિઝર્વ બેંક આવનારા દિવસોમાં એ પરમિટને નિરસ્ત કરી શકે છે. આરબીઆઈના એક્શન બાદ પેમેન્ટ કંપની વન97 કમ્યુનિકેશસના શેર 50 ટકા સુધી વધી ગયું છે.
RBIને જોવા મળી ધાંધલીઓ
રિઝર્વ બેંકને પેટીએમ પેમેન્ટ બેંકમાં કેવાઈસી સહિત ઘણી ખામીઓ જોવા મળી છે. ઓડિટમાં એવું પણ સામે આપ્યું કે જેમાં એક પેન કાર્ડમાં 1000થી વધારે બેંક એકાઉન્ટ લિંક કરવામાં આવ્યું છે. આજ અઠવાડિયે આરબીઆરના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, પર્યાપ્ત સમય આપવા છતાં તેનું પાલન કરવામાં નથી આવ્યું.
3 મહિનાથી ચાલુ હતું રિબ્રોંડિંગ કામ
એક રિપોર્ટ અનુસાર પેટીએમ ઈ-કોમર્સ પ્લેટફોર્મની રિબ્રાંડિંગની શરૂઆત આજથી 3 મહિના પહેલાથી જ શરૂ કરવામાં આવી છે. જો આ વાચ સાચી છે તો પેટીએમ ઈ-કોમર્સ પ્લેટફોર્મને નવું નામ અને નવી ઓળખ માટે કામ ચાલુ છે. પેટીએમ પેમેન્ટ બેંકના મામલાને લઈને ઈ-કોમર્સ સાઈડને કંઈ પણ લેવાદેવા નથી.
એલીવેશન કેપિટલની પાસે સૌથી વધારે શેર
રજિસ્ટ્રાર ઓફ કંપનીએ નામ બદલવાની મંજૂરી 8 ફેબ્રુઆરીએ આપી દીધી હતી.આરઓસીએ કહ્યું કે, સર્ટિફિકેટ ઈશ્યુ થયા બાદ પેટીએમ પેમેન્ટસ બેંક પ્રાઈવેટ લિમિટેડને પાઈ પ્લેટફોર્મ્સ પ્રાઈવેટ લિમિટેડના નામથી ઓળખવામાં આવશે. પાઈ પ્લેટોફોર્મ્સમાં એલીવેશન કેપિટલ સૌથી મોટો શેર હોલ્ડર છે.