December 19, 2024

ચંદનજીએ પાઘડી ઉતારી તો ભરતસિંહ ડાભીએ વળતો પ્રહાર કર્યો

Patan lok sabha seat When Chandanji took off turban BharatSinh Dabhi struck back

ભરતસિંહ ડાભીએ ચંદનજી ઠાકોર પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાવેશ ભોજક, પાટણઃ લોકસભા બેઠક ઉપર ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસારનો ધમધમાટ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યો છે. દરેક ગામોમાં ઉમેદવારોને આવકારવામાં આવી રહ્યા છે. તો બંને પક્ષના ઉમેદવારો મતો અંકે કરવા મતદારોને વચનો આપી રહ્યા છે. ત્યારે ચંદનજી ઠાકોરે ઉંદરા ગામે ઉતારેલી પાઘડી બાબતે ચાણસ્મા મતવિસ્તારમાં પ્રવાસ દરમિયાન ભરતસિંહ ડાભીએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવતા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના મતદારોને રીઝવવા લોક સંપર્ક આરંભી દીધો છે અને એકબીજા પર વેધક પ્રહારો કરી આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. સરસ્વતી તાલુકાના ઉન્દ્રા ગામે ચંદનજી ઠાકોરે સમાજ આગળ પાઘડી ઉતરી હતી અને કહ્યુ હતુ કે, ‘આ પાઘડીની લાજ તમે રાખજો’.

આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર

ત્યારે આજે ભાજપ દ્વારા લોકસભા પાટણ સીટ પર ચૂંટણી જંગમાં ફરી એક વખત મેદાને ઉતરેલા ભરતસિંહ ડાભીએ ચાણસ્મા મતવિસ્તારના પ્રવાસ દરમિયાન આ બાબતના પ્રત્યુત્તરમાં વળતો જવાબ આપ્યો છે કે, ‘ગત ચૂંટણી વખતે મારી સામે જગદીશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને તેમણે પણ પાઘડી ઉતારવાની અને સાલ નહીં ઓઢું તેવી ઘણી બધી વાતો પ્રજાને કહી વચનો આપ્યા હતા. છતાં 2 લાખ મતથી હું જીત્યો હતો ત્યારે ચંદનજીભાઈ તો વિધાનસભા ચૂંટણી પણ હારી ગયેલા છે. તેમને બીજા વિસ્તારમાં કોઈ ઓળખતું પણ નથી. હું આ ચૂંટણીમાં 7 લાખ મતથી વિજય બનીશ.’