November 15, 2024

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 આઠમાં દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર હરવિંદર સિંહ 8માં દિવસે ફરી એકવાર એક્શનમાં આવશે. કપિલ પરમાર અને કોકિલા મેડલ ઈવેન્ટમાં પોતાનો પડકાર રજૂ કરતા જોવા મળશે.

5 સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિક્સમાં આઠમાં દિવસ માટે ભારતનું શેડ્યૂલ 

શૂટિંગ:
મિશ્ર 50m રાઇફલ પ્રોન SH1 લાયકાત – સિદ્ધાર્થ બસુ અને મોના અગ્રવાલ – બપોરે 1 વાગ્યે

તીરંદાજી:
મિક્સ્ડ ટીમ રિકર્વ ઓપન (પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ) — પૂજા અને હરવિંદર સિંઘ VS અમાન્ડા જેનિંગ્સ અને ટેમેન કેન્ટન-સ્મિથ (ઓસ્ટ્રેલિયા) — 1:50 PM

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

જુડો:
મહિલાઓની 48 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ – કોકિલા VS અકમરલ નૌતબેક (કઝાકિસ્તાન) – બપોરે 1:30 કલાકે
પુરુષોની 60 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ – કપિલ પરમાર VS માર્કોસ બ્લેન્કો (વેનેઝુએલા) – બપોરે 1:30

એથ્લેટિક્સ:
મહિલાઓની 100 મીટર T12 સેમિ-ફાઇનલ: સિમરન — બપોરે 3.21 કલાકે
મેન્સ શોટપુટ F35 ફાઇનલ – અરવિંદ – બપોરે 12:12 (6 સપ્ટેમ્બર)

પાવરલિફ્ટિંગ:
પુરુષોની 65 કિગ્રા ફાઇનલ – અશોક — રાત્રે 10:05

આ પણ વાંચો: ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો
ભારતના ખેલાડીઓ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. ધર્મબીરે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો. 2 મેડલ મળતાની સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.