September 10, 2024

ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

Paris Paralympics 2024: ભારતના ખેલાડીઓ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. ધર્મબીરે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2 મેડલ મળતાની સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. બુધવારે તમામ ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

1. અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

2. મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)

4. મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)

5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)

6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)

7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)

8. યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)

9. નીતિશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)

10. મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

11. તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

12. સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)

13. શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન

14. સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)

15. નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)

16. દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)

17. મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

18. શરદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

19. અજીત સિંહ (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

20. સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

21. સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)

22. હરવિન્દર સિંઘ (તીરંદાજી) – ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન

23. ધરમબીર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)

24. પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)