December 19, 2024

રાઘવ સાથે લગ્ન પછી પરિણીતીએ છોડી એક્ટિંગ! પોસ્ટ શેર કરી કહ્યું કે હવે શું કરશે?

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેના ફેન્સ ચોંકી શકે છે. રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અભિનેત્રીના ફિલ્મી કરિયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા લોકો માનતા હતા કે પરિણીતી રાજકારણમાં જોડાવા જઈ રહી છે.

પરિણીતી ચોપરાએ લગ્ન બાદ એક્ટિંગ છોડી દીધી હતી

જો કે હવે અભિનેત્રીએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. લગ્ન બાદ અભિનેત્રી હવે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. ‘ઈશકઝાદે’ અભિનેત્રી હવે અભિનય સિવાય સિંગિંગમાં પણ પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા તેણે જણાવ્યું છે કે તે સંગીતની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

પરિણીતી ચોપરા ખૂબ જ ઉત્સાહિત

પરિણીતી ચોપરા પોતાની નવી જર્ની માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતી વખતે અભિનેત્રીએ એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. તે લખે છે કે ‘મ્યુઝિક મારા માટે હંમેશા ખુશીની જગ્યા રહી છે. હું ઘણા સંગીતકારોને વર્ષોથી સ્ટેજ પર પરફોર્મ કરતા જોઉં છું. હવે હું પણ આ દુનિયાનો એક ભાગ બનવા જઈ રહી છું. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. હું મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

ફેન્સે પાઠવી શુભેચ્છા

અભિનેત્રીની આ પોસ્ટ પર કોમેન્ટ્સ આવી રહી છે. તેની નવી સફર માટે ફેન્સ તેને ઘણી બધી શુભેચ્છાઓ આપી રહ્યા છે. મનીષ મલ્હોત્રાએ પણ પરિણીતીની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ઘણાં હાર્ટ ઇમોજીસ કર્યા છે.

આ કંપની સાથે હાથ મિલાવ્યા

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ટીએમ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટીએમ ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે હાથ મિલાવ્યા છે, જે દેશના પ્રખ્યાત ગાયકોનું પ્રતિનિધિત્વ કરે છે. અરિજિત સિંહ, સુનિધિ ચૌહાણ, બાદશાહ, અમિત ત્રિવેદી સહિત 25 થી વધુ મોટા કલાકારોના નામ આ કંપની સાથે જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા.