October 4, 2024

મુન્નવર આપશે અંકિતાને બરાબરની ટક્કર! પતિ વિકીની આ વાત સાંભળી અંકિતા થશે લાલઘૂમ

રિયાલિટી શો ‘બિગ બોસ 17’ તેના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી છે. અંકિતા લોખંડે ટોપ 5 ફાઇનલિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે, પરંતુ તેના પતિ વિકી જૈન આ યાદીમાંથી બહાર રહી ગયા છે. તેને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે હવે પાપારાઝીએ વિકી જૈનને જ્યારે તેને પૂછ્યું કે તેની પત્ની સાથે કોણ સ્પર્ધા કરી શકે છે, તેણે કોનું નામ લીધું, તો ચાલો તમને જણાવીએ.

વિકી જૈને તેની પત્ની અંકિતા લોખંડે ટ્રોફી જીતીને ઘરે લઈને પાછી આવી જાય, દરેકને આ જ જોઈએ છે. અંકિતાને યાદ કરવાના સવાલ પર કહ્યું કે, આદત પડી ગઈ છે. લગ્ન પહેલા મને સાથે રહેવાની આદત નહોતી, જેટલું હવે સાથે રહીએ છીએ અને હવે એવું લાગી રહ્યું છે કે જલદી પાછી આવી જાય.

વિકી જૈને કહ્યું, ‘ફક્ત મુનવ્વર જ અંકિતાને ટક્કર આપશે, અને અભિષેક પણ કોમ્પિટિશન આપી શકે છે, પરંતુ મન્નરા પણ શોમાં ખૂબ સારું કામ કરી રહી છે. પણ હું ઇચ્છું છું કે માત્ર અંકિતા જ જીતે, અંકિતાને જ તમામ લોકો સપોર્ટ કરો અને ભગવાનને પ્રાર્થના કરો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બિગબોસ શોમાંથી બહાર આવ્યા પછી, વિકીએ આયેશા ખાન, સના ખાન અને ઈશા માલવિયા સાથે પાર્ટી કરી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આયેશા, સના અને ઈશા ત્રણેય ‘બિગ બોસ 17’માં જોવા મળી ચૂક્યા છે. વિકીની પાર્ટીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે અંકિતાએ તેને ઘરેથી નીકળતી વખતે કહ્યું હતું કે તેના વગર પાર્ટી ન કરવી. બાદમાં અંકિતા એવું પણ કહેતી હતી કે તે ઘરે જઈને 5 દિવસનું સીસીટીવી રેકોર્ડિંગ જોઈને ઘરે કોણ આવ્યું અને શું થયું. તેણે એમ પણ કહ્યું કે તેના ઘરમાં અન્ય છોકરીઓ આવી તો નથી.

શોની ફિનાલે 28મી જાન્યુઆરીએ

‘બિગ બોસ 17’નો ફિનાલે 28 જાન્યુઆરી, રવિવારે છે. હોસ્ટ સલમાન ખાન આ સિઝનના વિજેતાની જાહેરાત કરશે. વોટિંગ લાઈનો ખુલી ગઈ છે અને તમે રવિવાર બપોર સુધી તમારા મનપસંદ સ્પર્ધકને મત આપી શકો છો. ટોપ 5 ફાઇનલિસ્ટ છે- અંકિતા, મુનવ્વર, અભિષેક, અરુણ અને મન્નારા.