September 8, 2024

પંવારને પોડિયમ ફિનિશ કરવાનો ચાન્સ, મેડલ માટે દાવેદારી જીવંત

Paris Olympics 2024: વૈશ્વિક ખેલમહાકુંભ એટલે કે ઓલિમ્પિક 2024 શરૂ થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટમાં અનેક દેશમાં ખેલાડીઓ ગોલ્ડ માટે મેદાને જંગ લડવા માટે પેરિસ પહોંચ્યા છે. ભારતના એક માત્ર રોઈંગ ખેલાડી બલરાજ પંવારે શનિવારે પેરિસમાં ઓલિમ્પિકમાં પુરૂષ કેટેગરીમાં એકલ સ્કલમાં ચોથા ક્રમે રહીને મેડલ માટેની આશાને યથાવત રાખી છે. હવે પછી બલરાજ પેરેચેજમાં ભાગ લેશે.દરેક હીટથી અન્ય ત્રણ ખેલાડીઓએ પણ ફાયનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે.

ચોથા ક્રમે ભારતીય ખેલાડી
25 વર્ષના યુવાન બલરાજ પંવાર ન્યૂઝીલેન્ડના ખેલાડી થોમસ મૈકિનટોશ (6:55.92), સ્ટીફાનોસ એનતોસ્કોસ (7:01.79) અને અબ્દેલખાલેક એલબાના (7:05.06)થી પાછળ રહ્યા બાદ ક્વાર્ટર ફાયનલમાં ડાયરેક્ટ ક્લોલિફિકેશન ચૂકી ગયો હતો. એ માટે પંવાર ચોથા ક્રમે રહ્યો હતો. દરેક હીટમાં અન્ય ત્રણ ખેલાડીઓને ડાયરેક્ટ ક્વાર્ટર માટે ક્વોલિફિકેશન મળે છે. જ્યારે ભારતીય રોવર પાસે સેમિફાયનલ અથવા ફાયનલમાં પહોંચવા તેમજ પોડિયમ પર ફિનિશ કરવા માટે રેપચેજમાં વધુ એક ચાન્સ અજમાવવો પડશે. જે ખેલાડી માટે એક સુવર્ણ તક સમાન બની શકે છે. રેપચેજની મદદથી બલરાજને સેમિફાયનલ અથવા ફાયનલમાં જગ્યા ફિક્સ કરવા માટેનો બીજો ચાન્સ મળી રહેશે.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

આવી રીતે મળે છે મેડલ જીતવા ચાન્સ
ખેલાડીના આ પર્ફોમન્સથી મેડલની આશા ફરી જીવંત બની છે. પંવારે કોરિયામાં એશિયાઈ અને ઓસિયાના ઓલિમ્પિકમાં ક્વોલિફિકેશનમાં બ્રોન્સ મેડલ જીત્યું હતું. ચીનના હાંગઝોઉમાં 2022માં એશિયન ગેમ્સમાં તે ચોથા ક્રમે રહ્યો હતો. રેપચેજ શબ્દ ફ્રાંસના શબ્દ રેપેચર પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ બચાવ કરવો એવો થાય છે. આ પરિસ્થિતિએ ભારતીય ખેલાડી પણ આ માધ્યમથી પોતાનો બચાવ કરી શકે છે. રેપેચર એક એવી પ્રણાલી છએ જે શરૂઆતના તબક્કામાં હારેલા ખેલાડીઓને ફરી રમવા તેમજ જીતવા માટેનો ચાન્સ આપે છે. આનો ઉપયોગ કુશ્તીમાં પણ કરવામાં આવે છે. કોઈ ખેલાડી જ્યારે પ્રી ક્વાર્ટર ફાયનલ અથવા એ પછીના કોઈ રાઉન્ડમાં હારી ગયો હોય તો આગળ હરિફાઈમાં ઊતરવા માટે કે મેડલ માટે રમવા તે આ વસ્તુમાંથી પસાર થાય છે.