October 13, 2024

સલમાન ખાન પર વૃદ્ધે વરસાવ્યો પ્રેમ, વીડિયો વાયરલ

Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાન હમેંશા ચર્ચામાં રહે છે. ફરી એક વાર તે ચર્ચામાં આવ્યો છે, સલમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ સલમાન ખાનને મળી રહ્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ
સલમાન ખાનની મજબૂત ફેન ફોલોઈંગ આજે પણ જોવા મળી રહી છે. સલમાન ખાન તેની સ્ટાઈલ માટે જાણીતો છે. સલમાન ખાન ચાહકો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. સલમાનના ચાહકો પણ તેની દરેક ફિલ્મ જોવા માટે ઉત્સુક હોય છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સલમાન ખાન એક ફેનને મળ્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાનની ઉદારતા જોવા મળી હતી. સલમાન વૃદ્ધ મહિલા ફેન સાથે ઘણી વાતો કરતો પણ જોવા મળ્યો હતો. મહિલા ફેન્સે સલમાન સાથે ઘણી વાતો કરી અને તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પણ વાંચો: કોરોના સમયગાળા દરમિયાન આ રીતે હરવિંદરે કરી હતી મહેનત, વીડિયો વાયરલ

લોકોની પ્રતિક્રિયા
વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘ભાઈ, દરેકના દિલનો પ્રેમ.’ અન્ય એક ચાહકે લખ્યું, ‘તે ખૂબ જ નમ્ર જોવા મળે છે.’ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘તે હંમેશા લોકોને ખૂબ જ પ્રેમથી મળતો જોવા મળે છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘સલમાન ખાનનું દિલ ઘણું મોટું છે.’ લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો. જોકે બિગ બોસ’ની આગામી સિઝનની હજુ સુધી જાહેરાત કરાઈ નથી.