લો બોલો… Modiના ફરીથી PM બનવા પર Pakistanમાં ભય! કરવા લાગ્યું શાંતિની વાત
Pakistan News: દેશમાં સતત ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએની જીત સાથે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જે બાદ પાકિસ્તાન તરફથી એક પ્રતિક્રિયા આવી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાન હવે શાંતિની વાત કરી રહ્યું છે.
પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે તે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિની વાત કરવા માંગે છે. સાથોસાથ સહકારી સંબંધો રાખવા માંગે છે અને દરેક પ્રકારના વિવાદને શાંતિપૂર્ણ વાતચીતની મદદથી ઉકેલવા માંગે છે.
પાકિસ્તાને શું ટિપ્પણી કરી?
શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશાથી ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સહકારી સંબંધો અને શાંતિ જાળવી રાખવા માંગે છે. જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર જેવા મોટા વિવાદ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે પાકિસ્તાન સતત વાતચીત અને શાંતિની વાત કરે છે.
સંબંધોમાં તણાવ
ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લીધો. સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ની કેટલીક જોગવાઈઓ રદ કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ સર્જાયો હતો. કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો ઓછા કર્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ટીમને માત આપનાર ગુજ્જુ બોય, ગુજરાતની ટીમમાં હતું ખાસ સ્થાન
જોકે ભારત સતત શાંતિની વાત કરી રહ્યું છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત દરેક પડોશી દેશ સાથે શાંતિ અને વાતચીત જાળવી રાખવા માંગે છે. પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત એવું પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે પાકિસ્તાન આતંકવાદનો માર્ગ છોડીને તેની નાપાક ગતિવિધિઓ બંધ કરે.
શાંતિનો સંદેશ
ભારત સાથે શાંતિ જાળવવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે કહ્યું, “પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે. તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત શાંતિ જાળવવા અને વાતચીતને આગળ વધારવા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે પગલાં લેશે.