May 3, 2024

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે 87 લોકોનાં મોત

ઈસ્લામાબાદ: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એમ છતાં દુનિયામાં કુદરતથી આફતરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં પણ વરસાદ આફત બનીને આવ્યો છે. વરસાદના કારણે 87 લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે 82 લોકો ઘાયલ છે. જોકે હજૂ પણ પાકિસ્તાનમાં વરસાદ ચાલું છે.

સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું
NDMA એ શુક્રવારે માહિતી આપતા જણાવ્યું કે વરસાદે સમગ્ર દેશમાં 2,715 મકાનોને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું છે. શહેબાઝ શરીફે પણ આ વાતને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શહેબાઝ શરીફે કહ્યું કે વરસાદને કારણે બંધ થયેલા રસ્તાઓ ખોલવાનું કામ ઝડપી કરવા જણાવ્યું છે. NDMA ફરી આગાહી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 22 એપ્રિલ સુધી વરસાદ ચાલું રહેશે.

આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઇરાકમાં ઇરાન સમર્થિત સૈન્ય ઠેકાણા પર પાંચ ધડાકા, ત્રણ ઘાયલ

મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ
પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં સૌથી વધુ નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે. આ સાથે દેશના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકસાન અને જાનહાનિ નોંધાઈ હતી. આ વિસ્તારમાં 36 ના મોત અને 53 લોકો ઘાયલ થયા હતા. વરસાદને કારણે 11 લોકો માર્યા ગયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે. NDMA આ તમામ માહિતી આપી છે. જો હજૂ પણ વરસાદ બંધ નહીં થાય તો વધારે નુકશાન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે અહિંયા એ વાત પણ મહત્વની છે કે વાતાવરણમાં કેટલો બદલાવ જોવા મળી રહ્યો છે. જે સિઝનમાં ગરમી પડવી જોઈએ તે સમયે ભારે વરસાદ પડી રહ્યો છે.