‘ઓપનહાઇમર’ને 7 ઓસ્કાર, કિલિયન મર્ફી બેસ્ટ એક્ટર
Oscars 2024: 96મો એકેડેમી એવોર્ડ્સ અમેરિકાના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર, અભિનેતા સીલિયન મર્ફી અને દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાને તેમનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. ક્રિસ્ટોફર નોલાનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે.
The 2024 #Oscars show their In Memoriam tribute pic.twitter.com/NmGBnrhxt3
— The Hollywood Reporter (@THR) March 11, 2024
અભિનેત્રી ભાવુક થઈ
ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તેની સાથે ક્રિસ્ટોફર નોલાનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહીમરને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેજ પર જ જતાં જ અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી.
Christopher Nolan accepts his first Oscar for Achievement in Directing for “Oppenheimer.”#Oscars#Oscars2024https://t.co/X7unxQW0XY pic.twitter.com/sSS0yqMOET
— ABC News (@ABC) March 11, 2024
દુનિયાના તમામ સ્ટાર્સે ભાગ લીધો
96મો ઓસ્કાર એવોર્ડ અમેરિકામાં શરૂ થઈ ગયો છે. આ ઓસ્કારમાં દેશ અને દુનિયાના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરનારી ફિલ્મ ‘ઓપેનહાઇમર’ના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાને આ એવોર્ડ જીત્યો છે. ઓસ્કાર માટેની રેસમાં ઘણા હતા. જેમાંથી નાથન ગ્લેઝર, યોરગોડ લેથિમોસ, જસ્ટિન ટ્રીટ, માર્ટિન સ્કોર્સીસ આ તમામને ક્રિસ્ટોફર નોલને પાછળ છોડી દીધા હતા. તમને જણાવી દઈએ તે ‘ઓપેનહાઇમર’ એક બાયોગ્રાફિકલ ડ્રામા છે. જેમાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપનહાઇમરનું જીવન સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે. નોલાને આ ફિલ્મ માટે ગોલ્ડન ગ્લોબ, ક્રિટીક્સ ચોઈસ અને બેસ્ટ ડિરેક્ટર માટે બાફ્ટા એવોર્ડ પણ જીત્યા છે.
And the Oscar for Best Actress goes to… Emma Stone! #Oscars pic.twitter.com/IbKHKWSiby
— The Academy (@TheAcademy) March 11, 2024
ઓસ્કાર જીતી શક્યું નહી
ઝારખંડમાં રેપ આધારિત ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં હતું, પરંતુ અફસોસ આ ફિલ્મ ઓસ્કાર જીતી શક્યું નહી. આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ટુ કીલ અ ટાઈગર ઝારખંડની સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું હતું.
Congratulations on your win for Best Directing, Christopher Nolan! #Oscars pic.twitter.com/sVsU31eYir
— The Academy (@TheAcademy) March 11, 2024
વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ
બેસ્ટ એક્ટરમાં કિલિયન મર્ફી (ઓપનહેઇમર), બેસ્ટ એક્ટ્રેસ- એમ્મા સ્ટોન (પૂઅર થિંગ્સ), ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે), પ્રોડક્શન ડિઝાઇન – જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે), બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ), બેસ્ટ ફિલ્મ એડિટિંગ – જેનિફર લેમ (ઓપનહેઇમર ફિલ્મ માટે)
Andrea Bocelli on the 'Great Gift' of Performing With His Son at the 96th #Oscars https://t.co/H7enS9ACZy
— The Academy (@TheAcademy) March 11, 2024
બેસ્ટ ડાયરેક્ટર- ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર), બેસ્ટ ઓરિજિનલ સોંગ -વોટ વોઝ આઈ મેડ ફોર (બાર્બી),બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ (યુકે ફિલ્મ), બેસ્ટ સાઉન્ડ- ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ- 20 ડેઝ ઇન મેરીયુપોલ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- રોબર્ટ ડોની જુનિયર (ઓપનહેઇમર), બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ- ગોડઝિલા માઈનસ વન, લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર, બેસ્ટ સિનેમેટોગ્રાફી- ઓપનહેમર આ તમામ વિજેતાનું લિસ્ટ છે.