સાંતેજમાં લૂંટારુઓનો હાથ ફેરો, વૃદ્ધાને બંધક બનાવી ચલાવી લૂંટ
મિહિર સોની, અમદાવાદ: ગાંધીનગરના સાંતેજમાં સ્પર્સ બંગલોમાં લૂંટારા ત્રાટકયા હતા. લૂંટારુઓએ વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. લૂંટારાએ ચાર બંગલોમાં લૂંટ અને ઘરફોડ ચોરીને અંજામ આપીને તાંત્રિક વિધિ પણ કરી હતી. લૂંટ કરનાર આરોપીઓ CCTVમાં થયા કેદ થઈ ગયા છે. તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તો, સમગ્ર લૂંટની ઘટનાને લઈને સાંતેજ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી.
ગાંધીનગરના સાંતેજ માં રક્ષાબંધન ના દિવસે જ ચોર ટોળકી ત્રાટકી અને આંતક મચાવ્યો. સાંતેજમાં દંતાલી ગામમાં આવેલા સ્પર્સ બંગલોમાં એક નહિ પરંતુ 4 બંગલોમાં ચોર ટોળકીએ ઘરફોડ અને લૂંટ કરી. ઘટનાની વાત કરીએ તો આજે વહેલી સવારે સ્પર્સ બંગલોમાં ચાર જેટલા લૂંટારાઓ લૂંટ કરવાં પ્રવેશ કર્યો હતો. આ લૂંટારાઓએ બગલાં નંબર 47, 30 અને 33માં ચોરી કરવા પ્રવેશ કર્યો હતો. જેમાં 47 નંબર માં રહેતા 80 વર્ષીય વૃદ્ધ મહિલા વસંતીબેન ચૌહાણ જાગી જતા લૂંટારાઓએ મોઢું દબાવીને બંધક બનાવી દીધા હતા . અને તેમને પહેરેલા સોનાની બગડીઓ અને સોનાની કંઠીની લૂંટ કરી. અને બગલોમાં તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડની લૂંટ કરી. આ ઘટનાથી વૃદ્ધ મહિલા અને તેમના પરિવારમાં ભય ફેલાયો છે. 2 લૂંટારાઓ બગલોના પાછળની દિવાલથી પ્રવેશ કર્યો. અને બારીની ગ્રીલ ઉંચી કરીને રૂમમાં પ્રવેશ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. તહેવારના દિવસે લૂંટારા દ્વારા કરવામાં આવેલી ચોરીથી સમગ્ર વિસ્તારમાં દહેશત વધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ટોળકીએ અન્ય બગલોમાં પણ ઘરફોડ ચોરી કરીને રૂ 9.35 લાખની લૂંટ અને ઘરફોડને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટારાઓ ચોરી કરતા CCTV ફુટેજમાં કેદ થયા. ઓસ્ટ્રેલિયામાં રહેતા બંગલો ના માલિક જ્યારે CCTV નું મોનીટરીંગ કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં ચોર જોવા મળ્યા. જેથી તેમણે સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી . 4 આરોપીએ સોસાયટીના 4 બંગલો માં ચોરી અને લૂંટ તો કરી. પરંતુ 3 બગલોમાં સફળતા મળી. ચોરી કર્યા બાદ આરોપીએ જ્યાં ચોરી કરી ત્યાં તાંત્રિક વિધિ પણ કરી હતી. અનાજ, 10 પૈસા નો સિક્કો અને લાકડું મૂકીને ટુચકો મુકવામાં આવ્યું હતું. આ મોડ્સ ઓપરેન્ડીને જોતા ચોર ટોળકી દાહોદ હોવાની શક્યતા છે. અગાઉ બોપલમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું.
સાંતેજ પોલીસે ઘટનાને લઈને લૂંટ અને ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને ડોગ સ્કોડ અને CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આજુ બાજુ ના કન્સ્ટ્રકશન સાઇટ ના મજૂરો અને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.