January 24, 2025

Paris Olympics 2024 Medal Tellyમાં આ દેશ ટોપ પર, ભારત ક્યાં પહોંચ્યું?

Paris Olympics 2024 Medal Telly: હાલમાં ઓલિમ્પિક્સ 2024માં રોમાંચક સ્પર્ધા રમાઈ રહી છે. દરેક દેશના ખેલાડીઓ મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 દિવસની રમત રમાઈ છે. જેમાં ભારતને 2 મેડલ મળી ગયા છે. બીજા દેશના ખેલાડીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે મેડલ માટે. જો મેડલ ટેલીની વાત કરીએ તો તેમાં પણ સતત ફેરફાર જોવા મળે છે. પેરિસમાં 5 દિવસ પછી રમાઈ રહેલી ઓલિમ્પિકની મેડલ ટેબલ કેવી છે.

નંબર વન સ્થાન મેળવ્યું
પેરિસ ઓલિમ્પિકમાં હાલમાં મેડલ માટે દરેક દેશની લડાઈ ચાલી રહી છે. મેડલ ટેબલમાં ચીને નંબર વન સ્થાન મેળવી લીધું છે. ચીને અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી લીધા છે. આ રીતે તેના કુલ 19 મેડલ છે. ફ્રાન્સ પાસે ચીન કરતાં વધુ મેડલ છે, પરંતુ ગોલ્ડ ઓછા છે. ફ્રાન્સે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે અત્યાર સુધીમાં કુલ 26 મેડલ પ્રાપ્ત કર્યા છે. શરૂઆતમાં જાપાન નંબર 1 પર હતું. પરંતુ હવે ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. જાપાને 8 ગોલ્ડ, ત્રણ સિલ્વર અને 15 બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે કુલ 15 મેડલ સાથે જાપાન મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.

શાનદાર પ્રદર્શન કર્યું હતું
જો ટોપ 3 ટીમો પછી આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનું સ્થાન ચોથા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને તેના મેડલની સંખ્યા 16 પર પહોંચાડી દીધી છે. ગ્રેટ બ્રિટને 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 17 મેડલ પ્રાપ્ત કર્યા છે. કોરિયા હાલ છઠ્ઠા નંબર પર છે. તેણે 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 12 વર્ષ પછી શૂટિંગમાં મેડલ

ભારત અત્યારે મેડલ ટેબલમાં 39માં નંબર પર છે
ભારત અત્યાર સુધીમાં બે મેડલ જીતવામાં સફળ રહ્યું છે. આ બંને મેડલ શૂટિંગમાં આવ્યા છે. જેના કારણે ભારત અત્યારે મેડલ ટેબલમાં 39માં નંબર પર પહોંચી ગયું છે. જો કે ભારતીય ખેલાડીઓ હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો ઓલિમ્પિકમાં હતું, જ્યારે ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા, આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.