December 23, 2024

ઓલિમ્પિક મેડલ જીતવાની તૈયારી NCAમાં થશે?

National Cricket Academy: ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારતને 6 મેડલ મળ્યા હતા.

ખેલાડીઓ માટે મોટો નિર્ણય
બીસીસીઆઈએ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં BCCI આવતા મહિને બેંગલુરુમાં નવી નેશનલ ક્રિકેટ એકેડમીનું અનાવરણ કરશે. જેમાં આ NCAમાં ખેલાડીઓ માટે ઘણી નવી સુવિધાઓ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટરોની સાથે ઓલિમ્પિકમાં જનારા ભારતીય ખેલાડીઓ પણ તેમાં હશે. જય શાહે આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નવી સુવિધા નીરજ ચોપરા અને અન્ય ઓલિમ્પિક ખેલાડીઓ માટે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે?

નવા NCAમાં આ સુવિધાઓ હશે
નવું NCA આવતા મહિનાથી કાર્યરત થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવશે. વી સુવિધામાં ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ અને ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે પણ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.જય શાહે આ વાતની ખાતરી કરી છે કે નવું NCA ઓલિમ્પિક એથ્લેટ્સ માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય એથ્લેટ્સે આ પહેલા વિદેશી કોચ અને તાલીમ કેન્દ્રોને પંસદ કર્યા છે, જો તેમના માટે NCAના દરવાજા ખુલી જશે તો તેમને ઘણો ફાયદો થશે.

શું કહ્યું જય શાહે?
જય શાહે નવી નેશનલ ક્રિકેટ એકેડમીની જરૂરિયાત વિશે માહિતી આપતા જણાવ્યું કે ઓક્ટોબર 2019માં સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રોગચાળાને કારણે IPLનું આયોજન કરવામાં ઘણો સમય લાગી ગયો હતો. બે વર્ષ સુધી ઓફિસ બંધ રહી હતી. તેનો પાયો મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન નખાયો હતો. નવી સુવિધા નીરજ ચોપરા અને અન્ય ઓલિમ્પિક ખેલાડીઓ માટે ઉપલબ્ધ થશે.