ઓડિશા: મહાનદીમાં બોટ પલટી જતા 7ના મોત, એક ગુમ
Odisha Boat Capsized: શુક્રવારે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં એક બોટ પલટી જતા 50 લોકોમાંથી સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 1 વ્યક્તિ હજુ પણ ગુમ છે. ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના દરમિયાન પડોશી રાજ્ય છત્તીસગઢના ખરસિયાના લગભગ 50 લોકો બોટમાં સવાર હતા, જેઓ ઓડિશાના બરગઢ જિલ્લામાં પાથરસેની કુડા સ્થિત મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોટ ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશન હેઠળના શારદા ઘાટ પર પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે આ અકસ્માત થયો. તેમણે કહ્યું કે સ્થાનિક માછીમારોએ 35 લોકોને બચાવ્યા અને કિનારે લાવ્યા. ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અનુસાર, આજે સવારે છ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક સાત પર પહોંચી ગયો છે અને એક વ્યક્તિની શોધ ચાલી રહી છે.
બોટ માન્ય લાયસન્સ સાથે ચાલી રહી હતી
ઘટનાસ્થળે પહોંચેલા બારગઢના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ પૂજારીએ આરોપ લગાવ્યો કે, “બોટ માન્ય લાયસન્સ વિના ચાલી રહી હતી. તેને સંબંધિત અધિકારીઓ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું અને તેના પર લાઇફ જેકેટ વગેરે પણ નહોતું.