November 19, 2024

આ AI ChatBot ઇન્ટરનેટ વિના પણ કમાલનું કરે છે કામ

Nvidia વિશાળ કંપનીઓમાંની એક છે. ત્યારે હવે કંપનીએ તેના યુઝર્સ માટે એક નવો ચેટબોટ રજૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે Nvidiaના આ ચેટબોટનું નામ Chat With RTX છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જે પણ AI ટૂલ હતા તેનાથી નવા અંદાજમાં આ Nvidiaનું AI ટૂલ છે.

ચેટબોટ્સથી આ ખુબ અલગ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ આવી છે. ટેકનોલોજી ક્ષેત્રે નવા નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક કંપની નવા નવા પ્રયોગો કરી રહી છે. ChatGPTનું આગમન થયું ત્યારથી દરેક કંપની પોતાનું ચેટબોટ ઓફર કરતી નજરે પડી રહી છે. ત્યારે Nvidia દ્વારા વ્યક્તિગત ચેટબોટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ઉપલબ્ધ તમામ ચેટબોટ્સથી આ ખુબ અલગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઇન્ટરનેટ વિના કામ કરશે
હાલમાં, Nvidia ગ્રાફિક્સ કાર્ડ બનાવવાની વિશાળ કંપનીઓમાંની એક છે. હવે કંપનીએ તેના યુઝર્સ માટે એક નવો ચેટબોટ રજૂ કર્યો છે. Nvidia ના આ ચેટબોટનું નામ Chat With RTX છે. અત્યાર સુધી અસ્તિત્વમાં છે તે તમામ ચેટબોટ્સમાંથી આ એક ખૂબ જ અલગ પ્રકારનું AI ટૂલ છે. તેની ખાસ વાત એ છે કે તે હમેંશા ઇન્ટરનેટ વિના કામ કરશે. જે તેની ખાસિયત કહી શકાય. તમારા PC પર ઇન્ટરનેટ ડેટા કનેક્શન ન હોવા છતાં પણ તે કામ કરશે.

ફાઇલો શેર કરી શકાશે
કંપનીના જણાવ્યા અનુસાર, તે એક વ્યક્તિગત AI ચેટબોટ છે. કંપનીએ કહ્યું કે આ ચેટબોટને બહારની દુનિયાની કોઈ જાણકારી નથી પરંતુ જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમે તેની સાથે દસ્તાવેજો અને ફાઇલો શેર કરી શકો છો. Nvidiaનો આ નવો ચેટબોટ ટેક્સ્ટ, pdf, doc/docx અને xml ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે. જેના કારણે તમે ફાઈલ પણ શેર કરી શકો છો. આ સાથે જ URLને પણ સ્વીકારે છે.