January 24, 2025

હવે, BSNLની યાદ આવી

સોશિયલ મીડિયા પર આજકાલ તમે એક કેમ્પેઇન અચૂક જોતા હશો. આ કેમ્પેઇન વાસ્તવમાં કમબેકની માગણી માટે છે. આ કોઈ ફિલ્મ કે સીરિઝની વાત નથી. વાત BSNLની છે. જેને વર્ષો સુધી લોકો જાણે કે ભૂલી જ ગયા હતા. હવે, લોકોને સમજાયું કે, BSNL વિના ઉદ્ધાર જ નથી. એટલે જ પ્રાઇવેટ કંપનીઓના ઇન્ટરનેટનો જ ઉપયોગ કરીને લોકો સોશિયલ મીડિયા પર BSNLની વાપસીની માગણી કરી રહ્યા છે. BSNL કી વાપસી અને સ્વિચ ટુ BSNL જેવાં હેશટેગ્ઝ વાઇરલ છે. આપણે અહીં કેટલીક પોસ્ટ્સ પર એક નજર કરીએ.