September 20, 2024

North Railwayના આઠ સ્ટેશનોના નામ બદલાયા, ફુરસતગંજ રેલવે સ્ટેશન હવે તપેશ્વરનાથ ધામથી ઓળખાશે

North Railway: ઉત્તર રેલવેનું ફુરસતગંજ રેલવે સ્ટેશન હવે તપેશ્વરનાથ ધામ સ્ટેશન તરીકે ઓળખાશે. ઉત્તર રેલવે મુખ્યાલયે લખનૌ ડિવિઝનમાં આવતા આઠ સ્ટેશનોના નામ બદલી નાખ્યા છે. જેની યાદી પણ બહાર પાડવામાં આવી છે. નવા નામ શહીદો અને ધાર્મિક સ્થળોના નામ પર રાખવામાં આવ્યા છે.

ફુરસતગંજ સિવાય અન્ય સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. તેમાં કાસિમપુર હોલ્ટનું નામ જાયસ સિટી, જાયસનું નામ ગુરુ ગોરખનાથ ધામ, મિશ્રૌલીના મા કાલિકન ધામ, બાનીના સ્વામી પરમહંસ, નિહાલગઢના મહારાજા બિજલી પાસી, અકબરગંજના મા અહોરવા ભવાની ધામ અને વારિસગંજના હોલ્ટને અમર શહીદ નામ આપવામાં આવ્યું છે.