North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું
મહેસાણા: લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન યોજવામાં આવ્યું છે. ઉત્તર ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ 5 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. હાલ તમામ લોકસભા મતવિસ્તારમાં મતદાન ચાલુ છે. ત્યારે દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાતાઓને તકલીફ ન પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
લાઇવ અપડેટ્સઃ
- બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે કર્યું મતદાન.
- રાધનપુર ખાતે MLA લવિગજી સોલંકીએ કર્યું મતદાન.
- પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું.
- અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન.
- બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યું મતદાન.
- બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન.
- ઉત્તર ગુજરાતની ચારેય બેઠક પર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદારોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
- મંત્રી ભીખુસિંહજી પરમારે મતદાન કર્યું, મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા.
મહેસાણા મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 9,11,443
- સ્ત્રી મતદારોઃ 8,59,116
- અન્યઃ 58
- કુલ મતદારોઃ 17,70,617
પાટણ મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 10,37,623
- સ્ત્રી મતદારોઃ 9,82,261
- અન્યઃ 32
- કુલ મતદારોઃ 20,19,916
બનાસકાંઠા મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 10,13,372
- સ્ત્રી મતદારોઃ 9,48,535
- અન્યઃ 17
- કુલ મતદારોઃ 19,61,924
સાબરકાંઠા મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 10, 05,144
- સ્ત્રી મતદારોઃ 9,71,138
- અન્યઃ 67
- કુલ મતદારોઃ 19,76,349
ગાંધીનગર મતવિસ્તારનો ચિતાર
- પુરુષ મતદારોઃ 11,20,874
- સ્ત્રી મતદારોઃ 10, 61,785
- અન્યઃ 77
- કુલ મતદારોઃ 21,82,736
આ પણ વાંચો: Election 2024: મત આપવાનો અધિકાર ક્યારે છીનવાઈ જાય છે?
સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.