દારૂ પરની છૂટના નિર્ણયની પેલી બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા
“તોફા દેને વાલે કી નિયત દેખી જાતી હૈ, ઉસકી કિંમત નહીં…”ગુજરાતમાં ગાંધીનગરને ભેટ મળી કે પછી આ નિર્ણયની કિંમત સમય જતા ભારે પડશે? સમય તારી કેવી બોલબાલા દેશની સાથે દુનિયામાં જેને લઈને ગુજરાત પ્રખ્યાત હતું તે જ ન રહેવા દીધું? અમરેલીના નેતા અને ગુજરાતના પહેલા મુખ્યમંત્રીને જીવરાજ મહેતાના આ નિર્ણયને 22 ડિસેમ્બર 2023ની સમી સાંજમાં બદલી નાખવામાં આવ્યો છે. દેશનું જેણે વિચાર્યું હતું ભલું તે નિર્ણયના થઈ રહ્યા છે લીરેલીરા…
મહિલા સુરક્ષા પર સવાલ
દેશમાં સૌથી વધારે જો મહિલા માટે સેફ કોઈ રાજ્ય ગણાતું હોય તો તે છે ગુજરાત. પરંતુ હવે તેમાંથી પણ કદાચ ગુજરાતનું નામ હટી જશે. જેનું કારણ એ છે કે ગુજરાતમાં દારૂની એન્ટ્રી. જોકે પહેલા પણ દારુ તો આવતો હતો અને પીવા તો પણ હતો. પરંતુ લોકોની અંદર જે ડર હતો પોલીસ અને કાયદાના કારણે તે કદાચ હવે નહીં જોવા મળે. જેના કારણે મહિલાઓની સુરક્ષા આ રાજ્ય સરકાર નહીં કરી શકે. વેપારની સાથે હવે વેપલા પણ થશે.
સાંજ પડતા ગાંધીનગર સાંભરે
હવે એ દિવસો દુર નથી કે લોકો હવે અમદાવાદનો રિવરફ્રન્ટ સુનો થાય, કેમ કે લોકો હવે કહેશે કે ચાલો ગાંધીનગરમાં બેસવા જઈએ. કહેવામાં મામુલી લાગે છે પરંતુ થોડા સમય પછી આ વાસ્તવિકતા બની જશે. વેપાર માટે આ છૂટ આપી પરંતુ અમદાવાદમાં જેટલા પણ ફરવા લાયક સ્થળ છે તેને છોડીને લોકો માત્ર ફરવા માટે લોકો ગાંધીનગરને પસંદ કરશે તો? જોકે સવાલ તો ઘણા છે પરંતુ અત્યારે સરકારને પણ એ સવાલ કરવા જેવો છે કે અત્યાર સુધી જે લોકોને ગીફ્ટ સીટીમાંથી દારૂ પીતા પકડાયા અને તેને દંડ આપ્યો તેનું શું? જોકે નવા નિયમથી નવી શરૂઆત થતી હોય છે. બીજી બાજૂ ગાંધીનગરમાં મકાનના ભાડામાં ચોક્કસ વધારો થશે. લોકો એકબીજાને પૂછતા પણ થશે કે છે કોઈ ઓળખાણ ગિફ્ટ સીટીમાં?
ગુજરાતમાં પાછલા બારણે દારૂ બંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે . ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધી હટાવવાના નિર્ણય પર મારી પ્રતિક્રિયા 👇. pic.twitter.com/da1Cs2ZUZv
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 22, 2023
વિરોધના વંટોળ
આ નિર્ણય બાદ વિપક્ષના મોટા ભાગના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ કોઈ વિરોધ કરી રહ્યા નથી. પરંતુ એ વાત પણ અહીંયા સત્ય એ છે કે ભાજપ સરકારમાં એક વાર નિર્ણય લેવાયા બાદ આજ દિન સુધી એ નિર્ણયને બદલાવમાં આવ્યો નથી. જેના માટે પુરાવાની જરૂર નથી.
31 ડિસેમ્બર, 2023 પહેલા આ નિર્ણય કેમ?
31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો દારૂની રેલમછેલ કરતા હોય છે. ત્યારે 31 ડિસેમ્બર, 2023 પહેલા ગુજરાતમાં દારૂની એન્ટ્રી કરાવી દેવામાં આવી છે. આ પાછળ ઘણાં કારણો જવાબદાર છે જેમાં કોઈનું ભલું પણ થતું હશે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હશે કદાચ. પંરતુ દુખ એ છે કે ગુજરાતની ઓળખ અને જેનું નામ ગાંધીજીના નામથી જ છે તે નગરમાં જ દારૂની એન્ટ્રી થઈ. “એ તો બસ શરૂઆત હે”
આ પણ વાંચો: સંસદની સુરક્ષામાં ચૂક દરમિયાન ભાજપના સાંસદો ભાગી ગયાઃ રાહુલ ગાંધી