May 17, 2024

દેશનું પ્રથમ લાયન સફારી હવે ગુજરાતમાં, સરકારે આપી લીલી ઝંડી

Lion Safari Park

ગુજરાતમાં ગીર સિંહોનું ઘર કહેવાય છે. જેથી લોકોને ખુલ્લામાં વિચારતા સિંહો જોવા માટે સાસણ સુધી જવું પડતું હતું. પરંતુ હવે સિંહ દર્શન માટે બહુ દૂર જવાની જરુર નથી. હવે ગુજરાતના આ શહેરમાં લાયન સફારી પાર્ક તૈયાર કરવામાં આવશે. આ માટે કરોડોનો ખર્ચે 33 હેક્ટર જમીન પર ખુલ્લી જગ્ગામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે.

દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક હવે ગુજરાતમાં

રાજકોટ શહેરના ઈસ્ટ ઝોનમાં આવેલ રાંદરડા તળાવની પાછળ આવેલ ફોરેસ્ટની જગ્યામાં 20 હેક્ટર જગ્યા ઉપર લાયન સફારી પાર્ક બનાવામાં આવશે. સરકારે આ પ્રોજેકટને ગત રોજ મંજૂરી આપી હતી. હવે ટૂંક સમયમાં ગાંધીનગરથી ટીમ આવશે, જે સફારી પાર્કને લગતા નિયમો તેમજ જગ્યા સહિતની વિઝિટ કરી જરૂરી સૂચનો આપશે અને ટુંક સમયમાં સફારી પાર્કનું કામ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂ. 274 કરોડના વિકાસ કામોની ભેટ આપી

આ પ્રોજેક્ટ માટે કરોડો રુપિયા ફાળવામાં આવશે

રાજકોટ મહાનગર પાલિકા આગામી દિવસોમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવા જઇ રહ્યું છે. જેમાં 2026માં જીપમાં બેસીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સિંહ દર્શન કરી શકશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આજીડેમ તેમજ પ્રધુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગૃપ સફારી પાર્કમાં મૂકવામા આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરશે.