December 18, 2024

નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની ‘માનસિક ક્ષમતા’ પર કર્યા સવાલ

અમેરિકા: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હેલીએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચર્ચા માટે પડકાર્યો હોય તેવું નિવેદન આપ્યું છે. કારણ કે તેમણે નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની ‘માનસિક ક્ષમતા’ પર સવાલ ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયર રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં 53.1 ટકા વોટ સાથે જીત મેળવી છે. સૌથી મોટી વાત એ છે કે હેલીએ અપેક્ષા કરતા વધુ સારું ચૂંટણી માટે પ્રદર્શન કર્યું હતું આમ છતાં ભારતીય-અમેરિકન હેલી 45.8 ટકા સાથે પાછળ રહી હતી.

આ પણ વાચો: અમેરિકાએ કર્યો ઈરાક પર ડ્રોન હુમલો, આતંકવાદીઓના ઠેકાણા ખતમ

હેલીને ક્યારેય નોમિનેશન નહીં મળે
હેલીએ કહ્યું કે આગામી બે મહિનામાં 20થી વધુ રાજ્યોના લાખો મતદારો પોતાનું મંતવ્ય આપવામાં આવશે. સાથે જ પોતાના ભાષણમાં ટ્રમ્પે પોતાના સમર્થકોને કહ્યું કે હેલીને ક્યારેય નોમિનેશન નહીં મળે અને જો તેને નોમિનેશન મળશે તો તેની તપાસ કરાશે. તેઓ જાણે છે કે દેશમાં ટ્રમ્પ એકમાત્ર રિપબ્લિકન છે જેને બિડેન હરાવી શકે છે.

મતદારો બિડેનથી ખુશ નથી
અમેરિકાના નિષ્ણાતોનું માનવું છે કે જો બિડેન વારંવાર દાવો કરે છે કે અમેરિકન અર્થવ્યવસ્થા સારી છે. તેઓનું માનવું છે કે ટ્રમ્પે રાજગાદી છોડી ત્યારે બેરોજગારીનો દર 6.3 ટકા હતો. પરંતુ હવે બેરોજગારીનો દર 3.7 ટકા છે. જો ફુગાવાના દરની વાત કરવામાં આવે તો જૂન 2022માં આ આંકડો 9 ટકાની નજીક હતો. જોકે, હવે તેમાં ઘટાડો થયો છે અને ડિસેમ્બરમાં તે 3.4 ટકા થયો હોવાનું જાણવા મળે છે. જોકે એ વાત અહિંયા સત્ય છે કે અમેરિકાના મતદારો અને ખાસ કરીને અમેરિકન યુવાનો આ દાવાઓ સાથે સહમત નથી.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત “હસીના” સરકાર, તોડ્યો આ રેકોર્ડ

નિક્કી હેલી હાલમાં ટ્રમ્પથી પાછળ
ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પથી ડબલ ડિજિટથી પાછળ રહ્યા છે. ત્યાર બાદ પોતાની ઝુંબેશની વ્યવહાર્યતા પર હેલીએ કહ્યું કે મારા ભાગ્યના હિસાબે મને વધારે પોઈન્ટ ન મળ્યાં પણ મને લાગે છે કે મેં અન્ય ઉમેદવારો કરતાં સારું પ્રદર્શન કર્યું છે. ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ટ્રમ્પ સામેથી ખસી જવાના ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને પણ ફગાવી દીધી હોવાનું પણ સામે આવ્યું છે.