September 13, 2024

અમેરિકાએ કર્યો ઈરાક પર ડ્રોન હુમલો, આતંકવાદીઓના ઠેકાણા ખતમ

અમેરિકી સેનાએ ઈરાકમાં આતંકવાદીઓના ત્રણ મોટા ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાએ ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો હતા તેમને મિસાઈલ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવ્યા છે. જોકે આ આતંકવાદી હુમલામાં અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા હતા.

અમેરિકન આર્મીએ બદલો લીધો
અમેરિકાએ ફરી એકવાર ઈરાક પર જોરદાર મિસાઈલ અને ડ્રોન ઘાતક હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત મિલિશિયા આતંકવાદીઓના 3 ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર ઈરાન સમર્થિત આ આતંકવાદી જૂથે ઈરાકમાં ઘણી વખત અમેરિકન સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે અમેરિકાએ બદલો લીધો છે અને ઈરાન સમર્થિત આ આતંકવાદી જૂથ પર હુમલો કર્યો છે.

આ પણ વાચો: મધ્ય ગાઝામાં થયેલા હુમલામાં 10 સૈનિકો મોતને ભેટ્યા

યુએસ સેન્ટ્રલ કમાન્ડે આપી માહિતી
યુએસ સેન્ટ્રલ કમાન્ડે માહિતી આપતા જણાવ્યું હતું કે અમેરિકાએ સીરિયાની સરહદ નજીક પશ્ચિમ ઇરાકમાં મિલિશિયાની જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેનની પરવાનગીની સાથે અમેરિકી સૈન્ય દળોએ ઈરાકમાં ઈરાકમાં ત્રણ લક્ષ્યો પર ભયાનક હુમલા કર્યા હતા. જેનો ઉપયોગ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ કતાઈબ હિઝબુલ્લાહ અને અન્ય ઈરાન સમર્થિત જૂથો દ્વારા કરવામાં આવે છે. ઈરાક અને સીરિયામાં યુએસ અને ગઠબંધન સૈનિકો સામે ઈરાન સમર્થિત લશ્કર દ્વારા અસંખ્ય હુમલાઓનો જવાબ આપવામાં આવ્યો છે.

આ પણ વાચો: 24 કલાકમાં અમેરિકન જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી બે હુમલા

બે ડ્રોન હુમલા
યુએસએ માહિતી આપતા જણાવ્યું હતું કે આતંકવાદીઓએ અલ-અસદ એરબેઝ પર બે ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં અમેરિકાના સૈનિકોને ઈજા પહોંચી હતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. જેના વળતા જવાબ સાથે અમેરિકાએ આ હુમલો કર્યો છે. અમેરિકા આતંકવાદને ખતમ કરવા માટે કડક જોવા મળે છે. જેના કારણે ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ત્રણ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો.

મધ્ય ગાઝામાં 10 સૈનિકોના મોત
સોમવારે તારીખ 22-1-2024ના સૈનિકો મધ્ય ગાઝામાં બે મકાનોને તોડી પાડવા માટે વિસ્ફોટકો તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થતા બે ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. તે જ સમયે, હમાસના સૈનિકો દ્વારા આરપીજી સાથે ઇઝરાયેલી સેનાની ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 સૈનિકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું.