December 19, 2024

AUS vs NZ: ન્યૂઝીલેન્ડની ટીમને ઝટકો, આ બે સ્ટાર ખેલાડી બહાર

અમદાવાદ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 21 ફેબ્રુઆરીથી ત્રણ મેચની T20 સીરીઝ રમવામાં આવશે. પરંતુ તે પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ટીમના બે સ્ટાર ખેલાડી આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

સ્ટાર ખેલાડીઓ બહાર
મેટ હેનરી અને ટિમ સીફર્ટ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈજાના કારણે બંને ખેલાડીઓને બહાર થવાનો વારો આવ્યો છે. આ બંને ખેલાડી બહાર થતાની સાથે બીજા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં બેન સિયર્સ અને વિલ યંગન ન્યુઝીલેન્ડની ટીમમાં પરત ફર્યા છે. મેટ હેનરી અને ટિમ સીફર્ટને આરામ આપવામાં આવ્યો છે.

કોચે આપ્યું નિવેદન
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે આ વિશે નિવદેન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે મહત્વપૂર્ણ શ્રેણી અને ઈવેન્ટ્સ પહેલા બંને ખેલાડીઓ ઝડપથી તબિયત સુધરી જશે. ચાહકોનું નિરાશ થવું તે સ્વાભાવિક છે. પરંતુ તેમને આરામ માટે બહાર થવું પણ એટલુ જ જરૂરી હતું. અમને આશા છે કે તે ટીમ માટે T20 ક્રિકેટના મહત્વપૂર્ણ તબક્કા પહેલા ઝડપથી સ્વસ્થ થઈ જશે અને બંને ફરી મેચમાં ફરી પરત ફરશે.

T20I શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ
ઓસ્ટ્રેલિયા T20I શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમની વાત કરવામાં આવે તો તેમાં મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે (wk), એડમ મિલ્ને, ગ્લેન ફિલિપ્સ, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ (ગેમ્સ 2 અને 3), બેન સીયર્સ, રચિન રવિન્દ્ર, વિલ યંગ, ઈશ સોઢી , અને ટિમ સાઉથી (ગેમ 1) આ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડીઓ બહાર થવાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

રાજકોટમાં ધમાકેદાર ઈનિંગ
ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીની આ સિઝનમાં જોરદાર ઈનિંગ રમી છે. જેના કારણે દરેક લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ વર્ષે પૂજારાએ રણજીમાં 243*, 49, 43, 43, 66, 91, 3, 0, 110, 25 અને 108 રનની ઇનિંગ્સ રમી છે. ઉલ્લેખનીય છે કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં પૂજારાએ ત્રીજું સ્થાનુ મેળવી લીધું છે. સચિન તેંડુલકર 81-81 સદી સાથે પ્રથમ ક્રમે છે. રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં તેણે 102 બોલમાં સદી ફટકારી દીધી હતી. જેમાં તે 108 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.