May 20, 2024

રાજકોટમાં યશસ્વીનું છવાયું ‘તેજ’, ફરી ફટકારી બેવડી સદી

રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં યશસ્વી જયસ્વાલે તોફાની ઈનિંગ્સ રમી છે અને બેવડી સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન તેણે આ દ્વિપક્ષીય સીરિઝમાં 20 સિક્સ ફટકારી હતી. જે કોઈપણ બાયલેટરલ ટેસ્ટ સીરિઝમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલ સૌથી વધુ છગ્ગા છે.

ઈંગ્લેન્ડ સામે મોટું લક્ષ્ય
ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે તોફાની ઈનિંગ્સ રમી છે. શરૂઆતમાં જ ત્રણ વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ ભારતે પકડ બનાવી હતી. આ મેચ દરમિયાન તેણે બેવડી સદી સાથે ઘણા બધા રેકોર્ડ તેના નામે કર્યા છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં 214 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે તેના કારકિર્દીના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર પણ છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડન ચોથા દિવસે 557 રનનો લક્ષ્યાંક આપ્યો છે. યશસ્વી જયસ્વાલે આટલો મોટો ટાર્ગેટ બનાવવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. આ સાથે શુભમન ગિલ અને સરફરાઝ ખાને પણ જોરદાર ઇનિંગ્સ રમી હતી. આ ત્રણેય ખેલાડીઓને જોઈને કહી શકાય કે ભારતના યુવા ખેલાડીઓ પણ કંઈ કમ નથી. સામે કોઈ પણ હોય તેની સામે ટક્કર આપી શકે છે.

જયસ્વાલની કારકિર્દી
જયસ્વાલ માટે આ સદી ખૂબ જ ખાસ વધારે એટલા માટે છે કેમ કે આ તેની પ્રથમ ટેસ્ટ સદી છે જે ભારતની ભૂમિ પર છે. આ પહેલાની વાત કરવામાં આવે તો તેણે વેસ્ટ ઈન્ડિઝમાં તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વિશાખાપટ્ટનમની પીચ પર જયસ્વાલે અદભૂત બેટિંગ કરી હતી અને ચાહકોના દિલ જીતી લીધા હતા. યશસ્વી જયસ્વાલની ઉંમરની વાત કરવામાં આવે માત્ર 22 વર્ષનો છે. આવડી ઉંમરમાં તેણે 3 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. જયસ્વાલે T20માં 2 અને ટેસ્ટમાં એક સદી ફટકારી છે. એટલું જ નહીં, 22 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ઓપનર તરીકે બે ટેસ્ટ સદી ફટકારી છે. તમને જણાવી દઈએ આ પહેલા સુનીલ ગાવસ્કરે નર તરીકે તેણે 22 વર્ષની ઉંમર સુધીમાં 4 ટેસ્ટ સદી ફટકારી હતી.

કોણ છે યશસ્વી જયસ્વાલ?
પોતાની શાનદાર બેટિંગથી બધાને ચોંકાવનાર યશસ્વી જયસ્વાલ એક ભારતીય ક્રિકેટર છે. વર્ષ 2020માં યોજાયેલી IPL હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયસ્વાલ માટે 4 કરોડ ખર્ચ્યા હતા અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના ભદોહી જિલ્લાના સુરિયાવાન શહેરમાં થયો હતો. તેના ફાધરનું નામ ભૂપેન્દ્ર જયસ્વાલ છે. તેમના પિતા હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેમની માતાનું નામ કંચન જયસ્વાલ છે અને તે ગૃહિણી છે. તેના ભાઈ બહેનની વાત કરવામાં કુલ 6 છે. તેમાંથી તેમનો નંબર ચોથા નંબરનો છે.